પ્રચાર માટે પીએમ મોદી તેલંગણા પહોંચ્યા, બીઆરએસ-કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું

May 08, 2024

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે પ્રચાર તેજ કર્યો છે. હવે આગામી તબક્કાની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ત્યારે પીએમ મોદી તેલંગણાના કરીમનગરમાં પ્રચાર કરવા પહોંચ્યા છે. અહીં પીએમ મોદીએ બીઆરએસ અને કોંગ્રેસ પાર્ટીને લઇને નિશાન સાધ્યું હતું.

તેલંગણામાં કોંગ્રેસ અને બીઆરએસ ફેમિલી ફર્સ્ટ લઇને ચાલે છે. બાય ધ ફેમિલી, ફોર ધ ફેમિલી, ઓફ ધ ફેમિલી એજ તેમની રમત છે. કોંગ્રેસ અને બીઆરએસમાં કોઇ અંતર નથી. તેઓ એક સિક્કાની જ બાજુ છે.કોંગ્રેસ અને બીઆરએસને ભ્રષ્ટાચાર જોડે છે. ફેમિલી ફર્સ્ટની આ નીતિને કારણે પી.વી નરસિમ્હા રાવનું અપમાન કર્યુ. કોંગ્રેસ કાર્યાલયમાં એન્ટ્રી પણ ન આપી. જ્યારે એનડીએ સરકારે પી.વી નરસિમ્હારાવને ભારત રત્નથી સન્માનિત કર્યા. મને તેમના પરિવાર સાથે મુલાકાત કરવાનો મોકો મળ્યો જે મારા માટે સૌભાગ્યની વાત છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસે પરિવાર માટે દેશને ડૂબાડ્યો છે.  પણ કોંગ્રેસ અને બીઆરએસના ગઠબંધનથી તેલંગણાને બચાવવાનું છે. કોંગ્રેસે દેશના સામર્થ્યને સમાપ્ત કરી દીધું. ુપીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર કોંગ્રેસ અને બીઆરએસનું કોમન કેરેક્ટર છે. બીઆરએસ વાળા કોંગ્રેસ પર કેશ ફોર વોટનો આરોપ લગાવતા હતા પરંતુ સત્તામાં આવ્યા પછી તપાસ તો કરાવી નહી.