પીએમ મોદીની ઓડિશામાં જનસભા : કહ્યું, BJP જે બોલે છે તે કરીને બતાવે છે

May 06, 2024

લોકસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ત્યારે પીએમ મોદી હાલ ઓડિશાના બહેરામપુરામાં છે. તેઓએ બહેરામપુરાના ઉમેદવારોને સમર્થન આપવા તેમણે જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારની વિવિધ યોજના વિશે વાત કરી હતી. આ ઉપરાંત તેમણે વિપક્ષને આડેહાથ લીધુ હતું.

pm મોદીએ કહ્યું કે ગઈ કાલે હું ભગવાન રામના શહેર અયોધ્યામાં હતો, ત્યાં મેં રામલલ્લાના આશીર્વાદ લીધા. આજે હું ભગવાન જગન્નાથની ભૂમિ પર છું અને ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા આવ્યો છું. ઓડિશા ભાજપે ધન્યવાદ કરતા કહ્યું કે ઓડિશાની આકાંક્ષાઓને અહીના યુવાઓના સપનાઓને ધ્યાનમાં રાખીને, બહેનો દિકરીઓને ધ્યાને રાખીને વિઝનરી સંકલ્પ પત્ર જાહેર કર્યુ છે.

જેમાં યુવાઓ , મહિલાઓ માટે રોજગાર પણ છે. વડીલો માટે સ્વાસ્થ્ય પણ છે. ઓડિશાની મહાન સંસ્કૃતિ, પર્યટન વિકાસ માટેની જાહેરાતો છે. ખેડૂતો માટે બીજેપીના સંકલ્પ પત્રમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે તમે જાણો જ છોને કે બીજેપી જે કહે છે તે કરીને બતાવે છે. એટલે જ ઓડિશામાં સરકાર બન્યા બાદ તમામ શક્તિથી ઘોષણા પર અમલ કરીશું. જે મોદીની ગેરંટી છે.