પુતિને રશિયાના પ્રમુખ તરીકે છઠ્ઠી વખત લીધા શપથ,

May 07, 2024

વ્લાદિમિર પુતિને પાંચમી વખત રશિયાના પ્રમુખ તરીકે શપથ લીધા છે. તેઓ રશિયામાં છ વર્ષ સુધી રાષ્ટ્રપતિ પદનો કાર્યકાળ સંભાળશે. જ્યારે પુતિને વર્ષ 2000માં પ્રથમ વખત પ્રમુખપદના શપથ લીધા હતા. ત્યારે તેમણે લોકશાહી લાવવાના, તેને જાળવી રાખવાના અને રશિયાની રક્ષા કરવાના શપથ લીધા હતા. જોકે ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણું બદલાઈ ગયું છે. તેમની નીતિઓની ઘણા લોકો ટીકા કરી રહ્યા હોવાના અહેવાલો પણ સામે આવતા રહ્યા છે.

પુતિનના પ્રમુખ બન્યા બાદ રશિયામાં ઘણાં ફેરફાર થયા હોવાનો સરકાર દાવો કરી રહી છે. પુતિને લોકશાહીનો વિકાસ વધારવાના બદલે તેને ઘટાડવાનું શરૂ કરી દીધું છે. તેઓ ટીકાકારોને જેલમાં ધકેલી રહ્યા છે. સ્થિતિ એવી છે કે, પુતિનની સત્તા પર કોઈપણ પ્રકારનો અંકુશ હટાવવામાં આવી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે રશિયાની આર્થિક સ્થિતિ પણ નબળી પડી છે. બંને દેશો વચ્ચે 24 ફેબ્રુઆરી-2022ના રોજ યુદ્ધ શરૂ થયું હતું, જે હજુ સુધી ચાલી રહ્યું છે. રશિયાના યુક્રેન જોડે તો ઠીક, NATO જોડે પણ સંબંધો બગડેલા છે અને તે ઘણીવાર નાટોને ચેતવણી આપી ચુક્યા છે. તેમણે રશિયાના રાષ્ટ્રપતિ તરીકે છઠ્ઠી વખત શપથ લેતાની સાથે પણ નાટોને ચેતવણી આપી દીધી છે.