ચંડીગઢમાં પૂર્વ આઇએએસ અધિકારી સહિત અન્યોની રૂપિયા 205 કરોડની સંપત્તિ જપ્ત

May 04, 2024

છત્તીસગઢના કહેવાતા શરાબ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ છત્તીસગઢના પૂર્વ આઇએએસ અધિકારી અનિલ ટુટેજા, રાયપુરના મેયરના ભાઈ અને કેટલાક અન્ય લોકોની રૂપિયા 205 કરોડની સંપત્તિ જપ્ત કરી દીધી છે.

ઈડી તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જપ્ત થયેલી સંપત્તિમાં ટુટેજાની રૂપિયા 15.82 કરોડની 14 મિલકતો, રાયપુરના મેયર અને કોંગ્રેસ નેતા એજાજ ઢેબરના મોટાભાઈ અનવર ઢેબરની રૂપિયા 116.16 કરોડની 115 સંપત્તિ, વિકાસ અગ્રવાલ ઉર્ફે સુબ્બૂની 1.54 કરોડ અને અરવિંદસિંહની રૂપિયા 12.99 કરોડની 33 સંપત્તિનો સમાવેશ થાય છે.

તે ઉપરાંત ભારતીય દૂરસંચાર સેવાના અધિકારી અને એક્સાઇઝ વિભાગના વિશેષ સચિવ અરુણપતિ ત્રિપાઠીની રૂપિયા 1.35 કરોડની સંપત્તિ, ત્રિલોકસિંહ ઢિલ્લોનની રૂપિયા 28.13 કરોડની નવ સંપત્તિ, નવીન કેડિયાના રૂપિયા 27.96 કરોડના આભૂષણની સંપત્તિ પણ જપ્ત થઈ છે.