પ.બંગાળના રાજ્યપાલ સામે ચોંકાવનારા આરોપ, રાજભવનની મહિલા સ્ટાફે શારીરિક શોષણનો કેસ કર્યો
May 04, 2024
કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ સામે રાજભવનની એક મહિલા કર્મચારીએ સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ આરોપોથી વિફરેલા રાજ્યપાલે રાજભવનમાં પશ્ચિમ બંગાળ પોલીસ અને નાણા મંત્રીના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. પશ્ચિમ બંગાળની પોલીસે મહિલાના આરોપો બાદ સમગ્ર મામલાની તપાસ માટે ટીમનું ગઠન કર્યું હતું, જોકે પોલીસ કોઇ પૂછપરછ કરવા આવે તે પહેલા જ રાજ્યપાલે રાજભવનમાં પોલીસની એન્ટ્રી પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ પહેલા રાજ્યપાલના રાજભવનમાં કામ કરતી એક મહિલાએ કોલકાતાની પોલીસને લેખીતમાં ફરિયાદ આપી હતી, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે મારું શારીરિક શોષણ કર્યું છે, પહેલુ શોષણ ૨૪મી માર્ચ અને બીજુ શોષણ ૨ મેના રોજ થયું હતું. મને રાજ્યપાલે કાયમી સરકારી નોકરીનું કહીને તેમની ચેમ્બરમાં બોલાવી હતી. આ આરોપોને કારણે પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયું છે. બીજી તરફ આ આરોપો સામે આવ્યા બાદ રાજ્યપાલ બંગાળ છોડીને પોતાના વતન કેરળ જતા રહ્યા હતા. સાથે જ તેમણે એક નિવેદન પણ જાહેર કર્યું હતું, જેમાં તેમણે દાવો કર્યો હતો કે મારી સામેની આ ફરિયાદ રાજકીય કાવતરું છે. સાથે જ તેમણે રાજભવનમાં કોઇ પણ પ્રકારની તપાસ માટે આવનારી પોલીસના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો.
કોલકાતાના ડેપ્યુ. પોલીસ કમિશનર ઇંદિરા મુખરજીએ કહ્યું હતું કે રાજ્યપાલ સામેની ફરિયાદ અત્યંત ગંભીર છે, ફરિયાદી મહિલાએ ઘટનાઓની તારીખ પણ આપી છે. મહિલા અમારી પાસે ફરિયાદ માટે આવી હતી, ફરિયાદના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે ફરિયાદ દાખલ કરી છે જોકે તેમાં રાજ્યપાલને આરોપી બનાવવામાં નથી આવ્યા, બંધારણના આર્ટિકલ ૩૬૧ હેઠળ રાજ્યપાલને કાર્યવાહી સામે બંધારણીય સુરક્ષા મળી હોવાથી તેમનું નામ સામેલ નથી કરી શકી. જોકે મહિલાના આ આરોપોને લઇને પોલીસ દ્વારા તપાસ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. બિનભાજપ શાસિત પશ્ચિમ બંગાળમાં અગાઉ રાજ્યપાલ અને સરકાર વચ્ચે વિવાદના અનેક મામલા સામે આવ્યા હતા. જોકે પહેલી વખત રાજ્યપાલ સામે એક મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. રાજ્યપાલે આ તમામ આરોપોને જુઠા અને રાજકીય કાવતરુ ગણાવ્યા હતા. સાથે તેમણે કહ્યું હતું કે હજુ મારે આવા ઘણા આરોપોનો સામનો કરવાનો છે.

Related Articles
કાલે તમામ મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્ટર જઈશ, જેની ધરપકડ કરવી હોય કરી લો : CM કેજરીવાલનું મોટું નિવેદન
કાલે તમામ મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્...
સોનુ ઓલટાઈમ હાઈની નજીક, ચાંદી અધધધ રૂ. 4200ના ઉછાળા સાથે રેકોર્ડ સ્તરે
સોનુ ઓલટાઈમ હાઈની નજીક, ચાંદી અધધધ રૂ. 4...
May 18, 2024
તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! આસામમાં કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં લાગી આગ, વિદ્યાર્થીનીઓ ફસાઈ
તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! આસામમાં કો...
May 18, 2024
દિલ્હી પોલીસે કેજરીવાલના PAની ધરપકડ કરી, સ્વાતી માલીવાલ મારપીટ કેસમાં મોટી કાર્યવાહી
દિલ્હી પોલીસે કેજરીવાલના PAની ધરપકડ કરી,...
May 18, 2024
150 પેસેન્જરને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લાગી આગ, સતત બીજા દિવસે બીજી દુર્ઘટના
150 પેસેન્જરને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈ...
May 18, 2024
રશિયા અને ભારત વચ્ચે થશે કરાર, ભારતીયોની વીઝા ફ્રી એન્ટ્રી થશે!
રશિયા અને ભારત વચ્ચે થશે કરાર, ભારતીયોની...
May 18, 2024
May 18, 2024