સોનાક્ષીની ફિલ્મ 'નિકિતા રોય'ની રીલિઝ છેલ્લી ઘડીએ મોકૂફ

June 28, 2025

મુંબઈ : સોનાક્ષી સિંહાની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ 'નિકિતા રોય' ની રીલિઝ છેલ્લી ઘડીએ પાછી ઠેલવી પડી છે. આ ફિલ્મ આજે  ૨૭મી જૂને રીલિઝ થવાની હતી. તેને બદલે હવે તેને ૧૮મી જુલાઈએ રીલિઝ કરવાનો  નિર્ણય લેવાયો છે. ટ્રેડ વર્તુળોમાં ચર્ચા અનુસાર આ ફિલ્મ માટે માર્કેટમાં કોઈ પ્રકારનો બઝ હતો જ નહિ. તેનું યોગ્ય પ્રમોશન પણ કરવામાં આવ્યું ન હતું. આ સંજોગોમાં  સોનાક્ષીના પરિવારે  હાલ બોક્સ ઓફિસ પર અન્ય ફિલ્મો ચાલી રહી હોવાથી પૂરતાં સ્ક્રીન મળી રહ્યાં નથી એવું બહાનું બતાવી ફિલ્મ પાછળ ઠેલી દીધી છે. જોકે, જુલાઈ મહિનામાં પણ અનેક ફિલ્મોનું રીલિઝ કેલેન્ડર ભરચક જ છે. આથી તારીખ બદલવાથી આ ફિલ્મને ખાસ કોઈ ફાયદો થવાની શક્યતા નથી. આ ફિલ્મ સોનાક્ષીના ભાઈ કુશે જ બનાવી છે. તેમાં અર્જુન રામપાલ તથા પરેશ રાવલ સહિતના કલાકારો છે.