અમેરિકાના ઓક્લાહોમામાં ટોર્નેડો, ચારનાં મોત, સેંકડો ઈમારતો નષ્ટ

April 30, 2024

અમેરિકાના દક્ષિણ ઓક્લાહોમા ખાતે ઓછામાં ઓછા બે મોટા ટોર્નેડોએ સમગ્ર વિસ્તારમાં વિનાશ વેર્યો છે. આ કુદરતી કેરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને લગભગ 30 લોકો ઘાયલ થયા હતા. ટોર્નેડોને લીધે ઘણા ઘર અને ઈમારતો નાશ થઈ હતી. આ ઉપરાંત અત્યાર સુધી એક નવજાત સહિત ચાર લોકોનાં મોત થયા હતા જ્યારે 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે.

નેશનલ વેધર સર્વિસ અનુસાર, શહેર માટે પૂરની ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી. સ્ટિટે કહ્યું, "એવું લાગે છે કે અહીં શહેરમાં દરેક કોમર્શિયલ સંસ્થાનો નાશ પામ્યા છે. " હોલ્ડનવિલે શહેરમાં એક શિશુ સહિત બે અન્ય લોકો માર્યા ગયા હતા, જ્યાં ઓછામાં ઓછા 14 ઘરો પણ ક્ષતિગ્રસ્ત અથવા નાશ પામ્યા હતા. સ્થાનિક માહિતી પ્રમાણે ચોથા વ્યક્તિનું મૃત્યુ આંતરરાજ્ય માર્ગ નજીક થયું હતું.

લગભગ 47 મિલિયન લોકો રવિવારે ગંભીર હવામાનના જોખમમાં છે, જેમાં ટોર્નેડો, ભારે વરસાદ અને મિઝોરીથી ટેક્સાસ સુધીના મોટા કરાનો ખતરો છે, અહેવાલમાં જણાવાયું છે. નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે, "ગંભીર હવામાન ઉપરાંત, આ વાવાઝોડાઓ ક્યારેક ભારે વરસાદ લાવે તેવી પણ અપેક્ષા રાખવામાં આવે છે, જે મધ્યમથી સ્થાનિક ફ્લડિંગ પૂર તરફ દોરી જાય છે."