કેન્યામાં ભારે વરસાદ બાદ સાર્વત્રિક વિનાશ : 228 લોકોનાં મોત, 164 ઘાયલ

May 06, 2024

આફ્રિકન દેશ કેન્યામાં મૂશળધાર વરસાદથી ચારેબાજુ વિનાશ વેરાયો છે. ભારે વરસાદ બાદ આવેલા પૂરે બળતામાં ઘી હોમ્યું છે. જેથી પૂરમાં મરનારની સંખ્યા વધીને 228 થઈ ગઈ છે. કેન્યાના સરકારી મંત્રાલયે જણાવ્યું કે નીચાણવાળા વિસ્તારો, તટીય વિસ્તાર અને શહેરમાં પૂરની આશંકા છે. જ્યારે ખાડી ઢોળાવમાં ભૂસ્ખલન તેમજ કીચડની સ્થિતિ સર્જાઈ છે. જેને લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પૂર્વ આફ્રિકાની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં પૂરના કારણે ઘરો, રસ્તાઓ, પુલ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ થયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે  ઓછામાં ઓછા 164 લોકો ઘાયલ થયા છે, જ્યારે પ્રતિકૂળ હવામાનને કારણે 212,630 લોકો વિસ્થાપિત થયા છે.