પાકિસ્તાનમાં ભારે વરસાદને લીધે બલૂચિસ્તાનમાં 22 લોકોનાં મોત

April 29, 2024

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે મૃત્યુઆંક 22 પર પહોંચી ગયો છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે બલૂચિસ્તાનના ઘણા જિલ્લાઓમાં શનિવારે અચાનક પૂરનો સામનો કરવો પડ્યો હતો. ક્વેટા ખીણમાં પૂરના કારણે મુખ્ય રાજમાર્ગો અને શહેરો પાણીમાં ડૂબી ગયા હતા.

પાડોશી દેશ પાકિસ્તાનના સૌથી વધુ અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાં વરસાદી કેર યથાવત્ છે. બલૂચિસ્તાનમાં ભારે વરસાદને કારણે મૃતકોની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલે રવિવારે આ માહિતી આપી હતી.

રાજધાની ક્વેટા સહિત બલૂચિસ્તાન પ્રાંતના ઘણા જિલ્લાઓમાં શનિવારે ભારે વરસાદ અને તોફાનને કારણે અચાનક પૂરનો સામનો કરવો પડ્યો હતો. અનેક શહેરોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી. વિભાગે એક નિવેદનમાં કહ્યું, 'વરસાદ, તોફાન અને અતિવૃષ્ટિને કારણે અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. આ મૃત્યુ છેલ્લા 48 કલાકમાં થયા છે.