રશિયા-યુક્રેન વચ્ચે 30 દિવસનું યુદ્ધવિરામ... ચાર દેશોએ મુલાકાત કર્યા બાદ ઝેલેન્સ્કીની જાહેરાત
May 11, 2025

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ બંધ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. મળતાં અહેવાલો મુજબ યુક્રેન કોઈપણ શરત વગર 30 દિવસનું યુદ્ધવિરામ કરવા માટે માની ગયું છે. યુક્રેનના વિદેશમંત્રીએ કહ્યું કે, સોમવારથી યુદ્ધવિરામ શરુ થશે. યુક્રેને આજે (10 મે) યુદ્ધવિરામ જાહેરાત કરી છે, જોકે તે પહેલાં એટલે કે શનિવારે ચાર દેશોના નેતાઓ યુક્રેન પહોંચ્યા હતા. અહીં તેઓએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ચારેય દેશોના નેતાઓએ યુક્રેનને સમર્થન આપવા માટે તૈયાર થયા હતા. યુક્રેને યુદ્ધ વિરામની જાહેરાત કરી તે પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લોદિમીર પુતિને વિક્ટ્રી ડે પરેડના કાર્યક્રમ દરમિયાન એકતરફી 72 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘રશિયાના સૈનિકો કોઈપણ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપશે.’ બીજીતરફ યુક્રેને રશિયન વિક્ટ્રી ડે પરેડને નકલી દેશભક્તિનો તમાશો અને રશિયા દ્વારા જાહેર કરાયેલા યુદ્ધવિરામને પોકળ ગણાવ્યો હતો. અમેરિકાએ માર્ચમાં 30 દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને યુક્રેને સ્વીકાર કર્યો હતો. જોકે રશિયા પોતાની શરતો પર યુદ્ધવિરામ કરવા માંગતું હતું. યુરોપિયન નેતાઓએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પે શાંતિ સમજૂતીનું આહ્વાહન કર્યું છે, જેને અમે સમર્થન આપીએ છીએ અને રશિયાને આગ્રહ કરીએ છીએ કે, તેઓ સ્થાયી શાંતિ સુનિશ્ચિત કરવાના પ્રયાસોમાં અડચણો ઊભી કરવાનું બંધ કરે. અમેરિકા અને અમે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ, તેથી રશિયા કોઈપણ શરત વગર 30 દિવસ સુધી યુદ્ધવિરામ પર રાજી થાય.’
Related Articles
તિબેટમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ, નેપાળથી લઈને ભારતના અનેક રાજ્યોમાં આંચકા અનુભવાયા
તિબેટમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ, નેપાળથી...
May 12, 2025
રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ સમાપ્તિ તરફ? પુતિનના નિવેદન બાદ ઝેલેન્સ્કી પણ ખુશ
રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ સમાપ્તિ...
May 11, 2025
મોટા વિનાશનું કારણ બન્યું હોત ભારત-પાક યુદ્ધ: સીઝફાયર બાદ ટ્રમ્પનું બીજું નિવેદન
મોટા વિનાશનું કારણ બન્યું હોત ભારત-પાક ય...
May 11, 2025
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધતાં G7 દેશોનું મોટું નિવેદન, પહલગામ આતંકી હુમલાને પણ વખોડ્યું
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધતાં G7 દેશ...
May 10, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે 'સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્રામ' લોન્ચ કર્યો, અમેરિકામાં ગેરકાયદે વસતાં લોકોને 'લાસ્ટ ચાન્સ'
ડોનાલ્ડ ટ્રમ્પે 'સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્...
May 10, 2025
ભારત સાથે સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનથી કુદરત પણ નારાજ, 4.0ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ
ભારત સાથે સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનથી કુદરત...
May 10, 2025