ભારત સહિત અન્ય બ્રિક્સ દેશો પર વધુ 10 ટકા ટેરિફ લગાવવાની ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચેતવણી

July 09, 2025

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશો પર વધુ 10 ટકા ટેરિફ લગાવવાની ચેતવણી આપી છે. તેમને કહ્યું કે આ વિશે ખુબ જ ઝડપી નિર્ણય થઈ જશે. બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચાઈના, સાઉથ આફ્રિકા, સાઉદી અરેબિયા, ઈરાન, ઈથિયોપિયા, UAE અને ઈન્ડોનેશિયા સામેલ છે. વ્હાઈટ હાઉસમાં મીડિયા સાથે વાતચીત કરતા ટ્રમ્પે કહ્યું કે બ્રિક્સમાં સામેલ દેશોને જલદી જ 10 ટકા ટેરિફ આપવો પડશે.

એક દિવસ પહેલા જ વ્હાઈટ હાઉસે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ બ્રિક્સ ગઠબંધનને અમેરિકાના હિતો માટે જોખમ તરીકે જોઈ રહ્યા છે અને તેમને એ સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલા લેવાનું વચન આપ્યું છે કે સાઉથ આફ્રિકાને 2010માં તેમાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યું હતું. ત્યારથી સાઉદી અરેબિયા, ઈરાન, UAE અને ઈન્ડોનેશિયાનું પણ તેમાં સ્વાગત કરવામાં આવ્યું છે. જેના કારણે બ્રિક્સ ગઠબંધનમાં કૂલ સભ્ય દેશની સંખ્યા 11 થઈ ગઈ છે.