બિહારમાં મહાગઠબંધને કર્યાં ચક્કાજામ, ટ્રેનો અટકાવી માર્ગો પર ટાયર બાળ્યાં
July 09, 2025
Bihar Election and Protest news : આજે મહાગઠબંધને બિહારમાં ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશ સામે રાજ્યવ્યાપી ચક્કા જામની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોંગ્રેસ, ડાબેરી પક્ષો, VIP પાર્ટી અને જન અધિકાર પાર્ટી (પપ્પુ યાદવ) સહિત મહાગઠબંધનના તમામ ઘટક પક્ષો માર્ગો પર ઊતરી આવ્યા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આજે પટના પહોંચશે અને તેજસ્વી યાદવ સાથે ઈન્કમટેક્સ ગોલંબરથી ચૂંટણી કાર્યાલય સુધી કૂચ કરશે. જોકે સવારથી જ બિહારમાં આ દેખાવોની અસર દેખાવા લાગી છે. પટણાના મનેર વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે 30 પર મહાગઠબંધનના કાર્યકરોએ બિહાર બંધના સમર્થનમાં ટાયરો બાળ્યા હતા અને ચક્કાજામ કરી દેતા વાહનચાલકો અટવાયા હતા.
આ દરમિયાન તેમણે ચૂંટણી પંચ અને ભારત સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. ચક્કાજામ દરમિયાન રાજદના કાર્યકરોએ ગાંધી સેતુ પુલ બંધ કરી દીધો હતો. આ પુલ પટણાથી હાજીપુર, દરભંગા અને પૂર્ણિયા જેવા શહેરો સુધી પહોંચવા માટે મહત્ત્વપૂર્ણ મનાય છે. બીજી બાજુ બિહાર બંધના સમર્થનમાં જહાનાબાદના કોર્ટ સ્ટેશન પર દેખાવકારોએ પટણા-ગયા વચ્ચે દોડતી ટ્રેન અટકાવી દીધી હતી.
Related Articles
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે...
Jul 13, 2026
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મ...
Jul 13, 2026
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ...
Jul 13, 2026
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓની બસ પલટી જતાં 17 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, ચાલક ફરાર
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓ...
Jul 13, 2026
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા પાસેથી જૂનમાં ખરીદ્યું રેકોર્ડબ્રેક ક્રૂડ ઓઈલ
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા...
Jul 12, 2026
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બ...
Jul 12, 2026
Trending NEWS
13 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026