વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો
October 17, 2026
વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા દેશો પર ભારે ટેરિફ લાદવાના નવા નિયમોમાંથી હાલ પૂરતી છૂટ આપી દીધી છે. આનાથી ભારત અને ચીન જેવા દેશો પર તોળાઈ રહેલો 100% સુધીના ટેરિફનો ખતરો ટળી ગયો છે. ટ્રંપે આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રીય હિતોને ટાંકીને લીધો છે. આનો અર્થ એ નથી કે રશિયા પરના તમામ અમેરિકી પ્રતિબંધો હટાવાયા છે, ટ્રંપે ભવિષ્યમાં જરૂર પડ્યે નિયમો ફરી લાગુ કરવાનો અધિકાર અનામત રાખ્યો છે.
ટ્રંપે શુક્રવારે સાંજે જારી કરેલા એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં લિન્ડસે ઓ ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ, 2026ની કેટલીક જોગવાઈઓમાંથી છૂટ આપવાની જાહેરાત કરી હતી. આ કાયદા પર ટ્રંપે 18 સપ્ટેમ્બર 2026ના રોજ હસ્તાક્ષર કર્યા હતા.
આ કાયદા હેઠળ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા કેટલાક દેશો પર 100% સુધી ટેરિફ અને રશિયાથી આવતા સામાન પર 500% સુધી ચાર્જ લગાવવાની જોગવાઈ છે. આ નિર્ણય ખાસ કરીને રશિયા પાસેથી તેલ-ગેસ ખરીદનારા મોટા દેશો અને પ્રતિબંધોથી બચવામાં મદદ કરનારાઓને નિશાન બનાવીને લેવાયો હતો. ભારત અને ચીન જેવા મોટા ખરીદદારો પર અસર પડી શકતી હતી, હવે છૂટથી હાલ પૂરતો ખતરો ટળ્યો છે. જોકે જૂના પ્રતિબંધો પહેલાંની જેમ લાગુ રહેશે.
ટેરિફ છૂટ છતાં અમેરિકી વહીવટીતંત્ર રશિયન તેલ-ગેસની ખરીદી પર નજર રાખશે. ટ્રંપે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવને વિદેશ, નાણાં અને ઊર્જા મંત્રાલય સાથે મળીને દેખરેખ રાખવા નિર્દેશ આપ્યો છે. કાયદામાં 18 ઓક્ટોબર 2026 કે ત્યારબાદ જાણીજોઈને નવી ખરીદી કરનારા 5 સૌથી મોટા ખરીદદારો અને પ્રતિબંધથી બચવામાં મદદ કરનારા 5 મુખ્ય દેશો પર ટેરિફની જોગવાઈ છે, જેના પર આ છૂટ લાગુ પડશે. કેટલાક સાંસદોનું માનવું છે કે રાહતથી યુક્રેન સામે લડી રહેલા રશિયાને કમાણી ચાલુ રાખવામાં મદદ મળી શકે છે.
Related Articles
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા...
Oct 17, 2026
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખ...
Oct 17, 2026
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
Trending NEWS
14 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026
13 October, 2026
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026