કેદારનાથમાં લેન્ડિંગ સમયે એર એમ્બ્યુલન્સ ક્રેશ, હેલિકોપ્ટરના થયા બે કટકા, જાનહાનિ ટળી
May 17, 2025

ઉત્તરાખંડના કેદારનાથમાં એક એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. ઋષિકેશ એઈમ્સથી એર એમ્બ્યુલન્સ કેદારનાથ પહોંચ્યું. આ સમયે કેદારનાથના હેલિપેડ પર લેન્ડિંગ કરતા પહેલા જ ક્રેશ થઈ ગયું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી મુજબ, શનિવારે ઋષિકેશ એઈમ્સનું હેલિકોપ્ટર કેદારનાથ ધામ પાસે બનેલા હેલિપેડથી 20 મીટર પહેલા લેન્ડ થવાનું હતું. હેલિકોપ્ટર લેન્ડિંગ પહેલા જ ક્રેશ થયું. આ અકસ્માતમાં પાયલોટ સુરક્ષિત બહાર નીકળી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર એક દર્દીને લેવા માટે ઋષિકેશથી કેદારનાથ આવી રહ્યું હતું.
એઇમ્સના પીઆરઓ સંદીપ કુમારે જણાવ્યું હતું કે, આ અકસ્માત હાર્ડ લેન્ડિંગ દરમિયાન સર્જાયો હતો. હેલિકોપ્ટરની ટેલ બૉન તૂટી ગઈ. ગઢવાલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, એર એમ્બ્યુલન્સ ઋષિકેશ એઈમ્સથી કેદારનાથ માટે ઉડાન ભરી હતી. હેલિકોપ્ટર લગભગ હેલિપેડ પર ઉતરી ગયું હતું. આ સમય દરમિયાન, સંતુલન ગુમાવવાને કારણે બેકાબૂ થઈને નીચે અથડાયું હતું. હેલિકોપ્ટરમાં ફક્ત પાયલોટ જ હાજર હતો.
Related Articles
'દેશમાં 75 વર્ષથી લોકશાહી, મહારાજા જેવું ના વર્તો..', પતિ-પત્નીના વિવાદમાં સુપ્રીમ કોર્ટ ભડકી
'દેશમાં 75 વર્ષથી લોકશાહી, મહારાજા જેવું...
May 17, 2025
વૉટર સ્ટ્રાઈક કરી પાકિસ્તાનને ભીંસમાં લેવાની તૈયારી, ભારતે અફઘાન સાથે મળીને ઘડ્યો 'પ્લાન'
વૉટર સ્ટ્રાઈક કરી પાકિસ્તાનને ભીંસમાં લે...
May 17, 2025
ઓડિશામાં કમોસમી વરસાદનો કહેરઃ વીજળી પડતા 9 લોકોના મોત
ઓડિશામાં કમોસમી વરસાદનો કહેરઃ વીજળી પડતા...
May 17, 2025
'પાડોશી દેશ સુધરવાનો નથી, દુઆ કરો કે...' પાકિસ્તાન સાથે સંઘર્ષ અંગે ઓવૈસીનું નિવેદન ચર્ચામાં
'પાડોશી દેશ સુધરવાનો નથી, દુઆ કરો કે...'...
May 17, 2025
આતંકવાદ અંગે દુનિયા સમક્ષ પાકિસ્તાનને ઉઘાડું પાડવા 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ તૈયાર, થરુર પણ સામેલ
આતંકવાદ અંગે દુનિયા સમક્ષ પાકિસ્તાનને ઉઘ...
May 17, 2025
ISISના 2 આતંકીઓની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ, 3 લાખ રૂપિયાનું હતું ઇનામ
ISISના 2 આતંકીઓની મુંબઈ એરપોર્ટ પરથી ધરપ...
May 17, 2025
Trending NEWS

17 May, 2025

17 May, 2025

17 May, 2025