અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલા ખુલાસા
July 12, 2025
અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલા ખુલાસા જાણો 10 જ પોઈન્ટમાં A to Z
અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ પર AAIBના પ્રારંભિક રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે. 12 જૂન 2025ના દિવસે અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લંડન માટે ઉડાન ભરનારી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171નું બોઇંગ 787-8 ડ્રીમલાઇન ફક્ત 32 સેકન્ડ આકાશમાંથી પડી ગયું હતું. આ ભયાનક અકસ્માતે 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથોસાથ જમીન પર 19 લોકોનું જીવન છીનવાઈ ગયું હતું. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટે આ અકસ્માતને લઈને અનેક રહસ્યો ખોલ્યા છે, જે રૂંવાડા ઊભા કરી દેનારા છે. કૉકપિટમાં પાયલટની મૂંઝવણથી લઈને એન્જિનની અચાનક નાકામી સુધી ચાલો જાણીએ આ રિપોર્ટની 10 મોટી વાતો.
- ટેકઑફના બાદ વિમાન 180 નૉટ્સની સ્પીડ પર હતું, ત્યારે બંને એન્જિનના ફ્યુલ કટઑફ સ્વિચ અચાનક 'રન'થી 'કટઑફ' પોઝિશનમાં જતા રહ્યા હતા. આ એવું હતું જાણે કોઈએ જાણી જોઈને અથવા અજાણ્યા એન્જિનના શ્વાસ રોકી દીધા હોય.
- કૉકપિટ વૉઇસ રેકોર્ડરમાં કેપ્ચર થયેલી વાતચીત ચોંકાવનારી છે. એક પાયલટ બીજાને પૂછે છે કે, 'તમે ફ્યુલ કટઑફ કેમ કર્યું?' જવાબમાં બીજો પાયલટ કહે છે કે, 'મેં તો કંઈ નથી કર્યું' આ સંવાદ જણાવે છે કે, કૉકપિટમાં ત્યારે ભારે મૂંઝવણ હતી.
- તપાસમાં જાણ થઈ કે, એન્જિન 1ના ફ્યૂલ કટઑફ બાદ રિકવરી સંકેત આપવામાં આવ્યા હતા. તેની કોર સ્પીડ રોકાયા બાદ ફરીથી વધવા લાગી હતી, પરંતુ આ વિમાનને બચાવવા માટે પૂરતું નહતું.
- એન્જિન 2ને ફરી ચાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે સંપૂર્ણ રીતે સ્થિર ન થઈ શક્યું. વાંરવાર ફ્યુલ નાંખવા છતાં તેની સ્પીડ સતત ઓછી થઈ રહી હતી, જેનાથી દુર્ઘટના ટાળવું લગભગ અશક્ય બની રહ્યું હતું.
- પાયલટે તુરંત ફ્યુલ સ્વિચને ફરી 'રન' પોઝિશનમાં કરી અને બંને એન્જિનમાં એગ્ઝોસ્ટ ગેસ ટેમ્પરેચર (EGT) વધવાથી રિલાઇટનો પ્રયાસ સ્પષ્ટ રૂપે દેખાયો. પરંતુ, ઓછી ઊંચાઈના કારમે સમય હાથમાંથી નીકળી ગયો હતો.
- ફ્લાઇટ ડેટા રેકોર્ડરે ખુલાસો કર્યો કે, બંને એન્જિનની N2 વેલ્યુ લઘુતમ આઇડલ સ્પીડથી નીચે જતી રહી હતી. આ એન્જિન સંપૂર્ણપણે ઠપ થવાનો સંકેત હતો.
- અકસ્માતમાં વિમાનનું પાછળનું એન્જિન અને ફ્લાઇટ રેકોર્ડર (EAFR) સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ચુક્યું, જેનાથી ડેટાને સામાન્ય રીતે કાઢવો સંભવ નહતો. આ તપાસ માટે એક મોટો ઝટકો હતો.
- AAIBએ હજુ સુધી બોઇંગ 787-8 અથવા તેના GE GEnx-1B એન્જિન માટે કોઈ સલામતીના સૂચનો જાહેર નથી કરાયા. જે સંકેત આપે છે કે, અત્યાર સુધી કોઈ ટેક્નિકલ ખરાબી સામે નથી આવી.
- AAIBએ કહ્યું કે, તપાસનો આગળનો તબક્કો શરૂ થઈ ચુક્યો છે. જેમાં તમામ પક્ષો પાસેથી વધુ પુરાવા એકઠા કરવામાં આવશે.
- રિપોર્ટમાં ફ્યુલ સ્વિચની મૂવમેન્ટ પર સવાલ ઊભા થયા છે, પરંતુ આ ખોટી માનવીય હતી, ટેક્નિકલ હતી કે જાણી જોઈને કરવામાં આવ્યું હતું તે હજું સુધી સ્પષ્ટ નથી.
Related Articles
હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ, 2018માં ઉપવાસ આંદોલનને લઇને નોંધાયો હતો ગુનો
હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ,...
Sep 10, 2025
સરકાર દ્વારા નેપાળમાં ફસાયેલા પ્રવાસીઓને પરત લાવવા માટે પ્રયાસ ચાલુ છે : ઋષિકેશ પટેલ
સરકાર દ્વારા નેપાળમાં ફસાયેલા પ્રવાસીઓને...
Sep 10, 2025
બનાસકાંઠામાં જળપ્રલય: ત્રણ દિવસ પછી પણ થરાદ પાણીમાં ગરકાવ, 1.50 લાખ ફૂડ પેકેટનું વિતરણ
બનાસકાંઠામાં જળપ્રલય: ત્રણ દિવસ પછી પણ થ...
Sep 09, 2025
ધરોઇ ડેમમાંથી ફરી સાબરમતીમાં પાણી છોડાયું, અમદાવાદ-ખેડાના ગામોમાં ઍલર્ટ
ધરોઇ ડેમમાંથી ફરી સાબરમતીમાં પાણી છોડાયુ...
Sep 09, 2025
અમિત ખૂંટ આત્મહત્યા કેસઃ હાઈકોર્ટે અનિરુદ્ધ સિંહ બાદ રાજદીપસિંહ જાડેજાની જામીન અરજી પણ ફગાવી
અમિત ખૂંટ આત્મહત્યા કેસઃ હાઈકોર્ટે અનિરુ...
Sep 09, 2025
ખેડા તાલુકાના ગામોમાં સાબરમતી નદીના પાણી ઘૂસતા જળબંબાકાર
ખેડા તાલુકાના ગામોમાં સાબરમતી નદીના પાણી...
Sep 09, 2025
Trending NEWS

10 September, 2025

10 September, 2025

10 September, 2025

10 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025