યુદ્ધને કારણે ઓઈલ, ગેસ અને કેમિકલ્સના ઊંચા ભાવથી ભારતના ટેકસટાઇલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ખાતર ઉત્પાદનને માઠી અસર
March 11, 2026
11 દિવસથી ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયેલ યુદ્ધે ચડ્યા છે. કોરોનાની મહામારી પછી રશિયા – યુક્રેનના યુદ્ધ બાદ ફરી એકવાર વિશ્વ સામે મોંઘવારી કે મહામંદીનું જોખમ ઝળુંબી રહ્યું છે. આયાત ઉપર નિર્ભર ભારત માટે પણ આ એક જોખમ છે. વિશ્વમાં સૌથી ઝડપે વિકસી રહેલા ભારતીય અર્થતંત્રની નિકાસ કરતા આયાત વધારે છે અને આ આયાતમાં ક્રુડ ઓઈલ, નેચરલ ગેસ અને રાંધણ ગેસ સૌથી મોટી આયાત છે.
ઈરાને યુદ્ધના વળતા જવાબમાં અખાતી દેશોમાં અમેરિકન થાણા ઉપર, ક્રુડ – ગેસના ઉત્પાદન ઉપર હુમલા કર્યા છે. ક્રુડ, નેચરલ ગેસ, ફર્ટીલાઈઝર ને કેમિકલ્સની ખાડીના દેશોમાંથી વિશ્વભરમાં પરિવહન માટેના મુખ્ય કેન્દ્ર હોર્મુઝની ખાડી પણ ઈરાને બંધ કરી છે. એક સાથે બેવડો માર પડતા ભારતમાં વિવિધ કેમિકલ્સ અને ગેસના પુરવઠાને અસર પડી છે. જેટલો સમય યુદ્ધ ચાલુ રહે એટલો સમય અનિશ્ચિતતા રહેશે. એટલું જ નહીં પણ યુદ્ધ બંધ થયા પછી પણ 30 થી 35 દિવસ સ્થિતિ પૂર્વવત બનતા લાગી શકે એવું વૈશ્વિક વ્યાપાર સાથે જોડાયેલા નિષ્ણાતોનું માનવું છે.
ક્રુડ ઓઈલ, નેચરલ ગેસ અને રાંધણ ગેસની સ્થિતિ સિવાય ભારતની કેમિકલ્સની આયાતને જંગી ફટકો પડે અને તેનાથી સ્થાનિક ઉત્પાદન કે પ્રોસેસિંગ અટકી પડે એવી સ્થિતિ ઉભી થઇ છે. સોડિયમ નાઈટ્રાઈટ, સલ્ફર, હાઈડ્રોજન પેરોક્સાઈડ, સોડિયમ હાઈડ્રોસલ્ફાઇડ, એમોનીયા, પોટાશ, ફોસ્ફેરિકએસિડ જેવી સંખ્યાબંધ ચીજોની આયાત અટકી પડી છે. મોટાભાગની ચીજો હોર્મુઝની ખાડીમાંથી આવે છે અથવા તો સાઉદી અરબ, આરબ અમિરાત અને આસપાસના વિસ્તારોમાંથી આવે છે.
Related Articles
જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવત રહેશે'- અભિજીત દીપકે
જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવ...
Oct 02, 2026
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતાં ચૂંટણી પંચનું ડેમેજ કંટ્રોલ
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતા...
Oct 02, 2026
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
Trending NEWS
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026