યુએસ FBI ડિરેક્ટર કાશ પટેલ ઓફિસ કરતા નાઈટ ક્લબોમાં વધુ સમય ગાળતા હોવાના આક્ષેપો

May 06, 2025

ટ્રમ્પ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા તેમનાં નિકટનાં મનાતા કાશ પટેલની FBIનાં ડિરેક્ટર તરીકેની કામગીરી સામે સવાલો ઉઠયા છે. તેઓ ઓફિસ કરતા નાઈટ ક્લબોમાં વધુ સમય ગાળી રહ્યા હોવાનાં આક્ષેપો કરવામાં આવ્યા છે. અગાઉ ઉચ્ચ હોદ્દા પર રહી ચૂકેલા બ્યૂરો અધિકારીએ તેમની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે.

ફ્રેન્ક ફિગ્લુઝી કે જેમણે રોબર્ટ મૂલરનાં હાથ નીચે FBIનાં કાઉન્ટર ઈન્ટેલીજન્ટ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામગીરી બજાવી હતી તેમણે કાશ પટેલની કાર્ય પધ્ધતિ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે બ્યૂરોની આંતરિક સ્થિતને અરાજકતાભરી ગણાવી હતી. કાશ પટેલે અગાઉ દરરોજ FBI બ્રિફિંગની સિસ્ટમ હતી તે બંધ કરીને અઠવાડિયામાં બે વખત કરી દીધી છે. તેઓ કોઈપણ જાતનાં અનુભવ વિના FBIનો વહીવટ કરવા પ્રયાસો કરી રહ્યા છે.