અમેરિકા બ્રિટનના ઓટો, સ્ટીલ અને એલ્યુમિનિયમના ટેરિફમાં ઘટાડો કરવા સંમત
May 09, 2025

- જ્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત ડયુટી 25 ટકાથી ઘટી શૂન્ય થઇ જશે
વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનની સાથે એક વેપાર સમજૂતીમાં બ્રિટનના ઓટો, સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફમાં ઘટાડો કરવા અંગે સંમતિ વ્યક્ત કરી છે. આ સંમતિ હેઠળ અમેરિકાથી વધુ ગોમાંસ ખરીદવામાં આવશે અને અમેરિકાથી આવનારી વસ્તુઓ માટે કસ્ટમ્સ પ્રોસેસને વધુ સુવ્યવસ્થિત કરવામાં આવશે. ગુરુવારે જાહેર કરવામાં આવેલી આ સમજૂતીને હજુ અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. સમજૂતી મુજબ ટ્રમ્પ હજુ પણ અન્ય દેશો સાથે મંત્રણા કરવા સક્ષમ છે કારણકે તેમના ટેરિફ યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં આર્થિક મંદી અને ઉંચા ફુગાવાનો દર વધી ગયો છે.
આજની આ જાહેરાતે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરને રાજકીય વિજય અપાવ્યો છે અને ટ્રમ્પના એ દાવાને કેટલીક હદ સુધી સમર્થન આપ્યું છે કે વેપાર પર તેમના અશાંત દ્રષ્ટિકોણથી વૈશ્વિક અર્થતંત્રને તેમની પસંદગીવાળી શરતો પર પુનઃસંતુલિત કરવામાં આવી શકે છે.
અમેરિકાના પ્રમુખે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ સમજૂતીની વિગતો આપી હતી. જો કે હજુ આ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે અંતિમ વિગતો લખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવશે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે આ સમજૂતીથી બ્રિટનને વધુ પ્રમાણમાં ગોમાંસ અને ઇથેનોલની નિકાસ કરી શકાશે. જેના કારણે કસ્ટમ્સના માધ્યમથી અમેરિકાની વસ્તુઓની નિકાસની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનાવી શકાશે. વાણિજય સચિવ હોવાર્ડ લુટનિકે જણાવ્યું હતું કે બેઝલાઇન ૧૦ ટકા ટેરિફ યથાવત રહેશે. બ્રિટનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ૧,૦૦,૦૦૦ વાહનાના ક્વોટા પર ટેરિફ ૨૭.૫ ટકાથી ઘટી ૧૦ ટકા થઇ જશે. જ્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત ડયુટી ૨૫ ટકાથી ઘટી શૂન્ય થઇ જશે.
Related Articles
ભારત-પાકિસ્તાનને શાંતિ અને સ્થિરતા જાળવવા ચીનની અપીલ
ભારત-પાકિસ્તાનને શાંતિ અને સ્થિરતા જાળવવ...
May 09, 2025
અમેરિકાના રોબર્ટ ફ્રાન્સિસ પ્રીવોસ્ટની ખ્રિસ્તી ધર્મગુરૂ પદે નિમણૂક
અમેરિકાના રોબર્ટ ફ્રાન્સિસ પ્રીવોસ્ટની ખ...
May 09, 2025
યુક્રેનની પાર્લામેન્ટમાં ભારત પાક. સંઘર્ષની ચર્ચા : બંને દેશોને શાંતિ રાખવા અનુરોધ કર્યો
યુક્રેનની પાર્લામેન્ટમાં ભારત પાક. સંઘર્...
May 09, 2025
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- આશા રાખું છું કે ટૂંક સમયમાં સમાપ્ત થાય
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિ...
May 07, 2025
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો ચીનને થઈ ચિંતા
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો...
May 07, 2025
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો સહિત 3ના મોત
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો...
May 07, 2025
Trending NEWS

09 May, 2025

09 May, 2025

08 May, 2025