બાંસુરી સ્વરાજે રોડ શો યોજી ભર્યુ ઉમેદવારી પત્ર

April 30, 2024

લોકસભાની ચૂંટણીને લઇને ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓ ચાલી રહી છે. રાજકીય દિગ્ગજો દ્વારા જનસભા સંબોધવામાં આવી રહી છે. ત્યારે આજે ભાજપના બે ઉમેદવાર દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યુ હતું. એક છે બાંસુરી સ્વરાજ અને બીજા ઉમેદવાર છે પિયુષ ઘોયલ.

મહત્વનું છે કે નવી દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાંસુરી સ્વરાજે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. બાંસુરી સ્વરાજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના પુત્રી છે. આ વખતે દિલ્હીની વર્તમાન સાંસદ મીનાક્ષી લેખીની જગ્યાએ બાંસુરીને ટિકિટ આપવામાં આવી છે.

ઉમેદવારી નોંધાવતા પહેલા બાંસુરી સ્વરાજે કહ્યું હતું કે હું આજે જનતા અને કાર્યકરોના આશીર્વાદથી અભિભૂત છું. હું વિકસિત ભારત માટે પ્રતિબદ્ધ છું. હું મોદીજીની ગેરંટી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છું. સાથે જ તેમણે પોતાની માતાને પણ યાદ કર્યા હતા. ફરી એકવાર 400 પાર અને ફરી એકવાર મોદી સરકારનો નારો લગાવ્યો હતો.