અમેરિકામાં ખતરનાક 'બાયો વેપન' સાથે પકડાઈ ચીનની મહિલા, ખેતીમાં વિનાશ સર્જવાનો પ્લાન?
June 04, 2025
જિયાન અને લિયૂ બંને પર આ મામલે કાવતરું ઘડવું, અમેરિકામાં ગેરકાયદે વસ્તુઓની તસ્કરી કરવી, ખોટા નિવેદન આપવા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ આખા મામલાની તપાસ FBI અને અમેરિકન કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શને સાથે મળીને કરી. કાશ પટેલે કહ્યું કે, 'ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP) સતત એવા એજન્ટ અને રિસર્ચર અમેરિકાની સંસ્થાઓમાં મોકલી રહી છે, જેનો હેતુ અમારા ખાદ્ય પુરવઠા વ્યવસ્થાને નિશાનો બનાવવાનો છે, આ અમેરિકાના નાગરિક અને અર્થવ્યવસ્થા માટે ગંભીર જોખમ છે.' નોંધનીય છે કે, આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે સંબંધોમાં સતત તણાવ વધી રહ્યો છે. ટ્રમ્પ પ્રશાસને હાલમાં જ ચીની વિદ્યાર્થીઓના વીઝા પર પણ કડકાઈ લાદવાની જાહેરાત કરી છે. FBI નિર્દેશક કાશ પટેલે એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતાના નિવેદનમાં આ મામલે અમેરિકાના ખાદ્ય પુરવઠા માટે ગંભીર રાષ્ટ્રીય સુરક્ષાનું જોખમ જણાવ્યું. તેમણે કહ્યું કે, 'આ મામલો એક ગંભીર ચેતવણી છે, કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સતત પોતાના જાસૂસ અને સંશોધકોને આપણી સંસ્થાઓમાં મોકલવા અને આપણા ખાદ્ય પુરવઠાને નિશાનો બનાવવા માટે તૈયાર કરી રહી છે, જે આપણી અર્થવ્યવસ્થાને ખોરવી શકે છે અને અમેરિકાના લોકોનો જીવને પણ જોખમ ઊભું કરી શકે છે. કૃષિ આતંકવાદ એજન્ટે અમેરિકામાં તસ્કરી કરવાને લઈને ન ફક્ત કાયદાનું ઉલ્લંઘન કર્યું છે પરંતુ, એક રાષ્ટ્રીય સુરક્ષાને પણ સીધું જોખમ છે. હું FBI ડેટ્રૉયટ ડિવિઝન અને અમારા સહયોગી કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનને આ જૈવિક જોખમનું વાસ્તવિક નુકસાન પહોંચતા પહેલાં રોકવા માટે શુભકામના પાઠવું છું.'
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026