‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
October 11, 2026
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એક નવા નિવેદનથી વૈશ્વિક રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચાવી દીધો છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે, ત્યારે ટ્રમ્પે રશિયા સાથે મોટા પાયે ડીઝલ પુરવઠા માટે કરાર કર્યા છે. યુક્રેને આ સોદાનો સખત વિરોધ નોંધાવતા જ ટ્રમ્પે વળતો પ્રહાર કરી સીધું જ કહી દીધું છે કે યુક્રેનને હવે નવા નેતૃત્વની જરૂર છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત અમેરિકા અને રશિયા વચ્ચે થયેલા નવા ડીઝલ સોદાથી થઈ હતી. યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ સોદાની આકરી ટીકા કરતા ચેતવણી આપી હતી કે, જો અમેરિકા રશિયા પાસેથી લાખો ટન ડીઝલ ખરીદશે તો તેમાંથી મળતી માતબર રકમનો ઉપયોગ રશિયા યુક્રેન વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખવા માટે કરશે. આ અંગે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'Truth Social' પર માહિતી આપતા જણાવ્યું કે, મને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે અત્યંત સફળ ચર્ચા કરી છે. આ સમજૂતી મુજબ મહત્ત્વના નિર્ણયો લેવાયા છે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીના વિરોધથી નારાજ ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં યુક્રેનને રશિયન રિફાઇનરીઓ પર હુમલા બંધ કરવા તાકીદ કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, ‘અમે ઝેલેન્સ્કીને અગાઉથી જ સ્પષ્ટ કહ્યું હતું કે રશિયા સામે યુદ્ધ લડવું હોય તે લડો, પરંતુ તેમની રિફાઇનરીઓ પર હુમલો ન કરો કારણ કે તેનાથી સમગ્ર વિશ્વ માટે ઈંધણની ગંભીર કટોકટી ઊભી થાય છે.’
ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે ઝેલેન્સ્કી રિફાઇનરીઓ પર હુમલાની મંજૂરી આપીને દુનિયાભરના દેશો માટે મુશ્કેલીઓ વધારી રહ્યા છે.
Related Articles
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં ઇમરાન ખાનની PTI સરકાર સસ્પેન્ડ
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં...
Oct 11, 2026
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થયું, અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો દાવો
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થ...
Oct 11, 2026
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026