ચીનમાં ચક્રવાતને લીધે અનેક ઈમારતો ધરાશાયી: પાંચ લોકોનાં મોત, 33થી વધુ ઘાયલ

April 29, 2024

શનિવારે દક્ષિણ ચીનના 19 મિલિયન લોકોના શહેર ગુઆંગઝૂમાં આવેલા ઘાતક ટોર્નેડોમાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા છે અને 33થી વધુ ઘાયલ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે 141 ફેક્ટરીની ઇમારતોને નુકસાન થયું છે, પરંતુ કોઈ રહેણાંક મકાનો ધરાશાયી થયા નથી. ટોર્નેડો લેવલ-ત્રણની તીવ્રતા પર હતો, જે ઉચ્ચતમ સ્તર પાંચ કરતા બે ઓછો હતો. હોંગકોંગથી લગભગ 80 માઈલ (130 કિલોમીટર) દૂર આવેલા ગુઆંગઝોઉ શહેર, ગુઆંગડોંગ પ્રાંતની રાજધાની છે.

મળતી માહિતી અનુસાર, ચીનના બાયયુન જિલ્લાના લિયાંગટિયન ગામમાં હવામાન મથક, ટોર્નેડો જ્યાંથી ત્રાટક્યું ત્યાંથી લગભગ 1.7 માઈલ દૂર સ્થિત છે. એવું નોંધવામાં આવ્યું હતું કે ટોર્નેડો દરમિયાન મહત્તમ પવનની ઝડપ 20.6 મીટર પ્રતિ સેકન્ડ નોંધાઈ હતી. સ્થાનિક સમય મુજબ રાત્રે 10 વાગ્યા સુધીમાં શોધ અને બચાવ કામગીરી પૂરી થઈ ગઈ હતી.