ભારતનો વિરોધ છતાં દેવાદાર પાકિસ્તાનને IMFની અબજો રૂપિયાની સહાય

May 10, 2025

ભારતે પાકિસ્તાનને આર્થિક રીતે મદદ કરવા IMF (આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ) સમક્ષ પોતાના વિરોધ વ્યકત કરતાં વોટિંગ પ્રક્રિયાથી દૂર રહ્યું હતું. ભારતના વિરોધ છતાં પણ IMFએ પાકિસ્તાનને અબજ ડોલરનું ભંડોળ પુરું પાડ્યું છે. IMF એ પાકિસ્તાનને 20,000 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ પાકિસ્તાન માટે 2.3 અબજ ડોલર (20,000 કરોડ રૂપિયા) ના બે પેકેજ મંજૂર કર્યા છે.

IMF સમક્ષ ભારતે પાકિસ્તાનને કેમ આર્થિક ભંડોળ પુરું ના પાડવા તેને લઈને પોતાની નારાજગીનું કારણ જણાવતા કહ્યું હતું કે પાકિસ્તાન આ આર્થિક ભંડોળનો ઉપયોગ આતંકવાદ ગતિવિધિને પ્રોત્સાહના આપવા માટે કરે છે. પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય સહાય તેની ગુપ્તચર એજન્સીઓ અને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને પરોક્ષ રીતે મદદ કરે છે. આ આતંકી સંગઠનો જ ભારત પર હુમલાઓ કરી રહ્યા છે.