યુક્રેનની પાર્લામેન્ટમાં ભારત પાક. સંઘર્ષની ચર્ચા : બંને દેશોને શાંતિ રાખવા અનુરોધ કર્યો

May 09, 2025

- યુ.કે.નાં શેડો ફોરેન સેક્રેટરી પ્રીતિ પટેલે ભારપૂર્વક કહ્યું : ભારતને પોતાનાં રક્ષણ માટે પૂરતાં પગલાં લેવાનો પૂરો હક્ક છે

લંડન : પહેલગાંવ હુમલા અને તેના વળતા પ્રહાર સમાન ભારતે હાથ ધરેલાં ઓપરેશન સિંદૂર પછી બંને દેશો વચ્ચે અત્યંત વધેલી તંગદિલી સંદર્ભે બ્રિટનની પાર્લામેન્ટમાં વ્યાપક ચર્ચા થઇ હતી જેમાં દરેક પક્ષો ભાગ લીધો હતો, અને ચર્ચાની ફલશ્રૃતિ તે હતી કે તમામ પક્ષોએ બંને દેશોને તંગદિલી ઘટાડવા અપીલ કરી હતી.


જમ્મુ કાશ્મીરનાં પહેલગાંવમાં ૨૨મી એપ્રિલે ત્રાસવાદીઓએ અચાનક હુમલો કરી ૨૬ નિર્દોષ સહેલાણીઓના જાન લીધા પછી ભારતે વળતા પ્રહારરૂપે બુધવાર (તા. ૭મીમેના દિવસે) ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાનનાં કબ્જા નીચેનાં કાશ્મીર (પી.ઓ.કે.) અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલી કુલ ૯ ત્રાસવાદી છાવણીઓનો નાશ કર્યા પછી બંને દેશો વચ્ચે તંગદિલી અત્યંત વધી ગઇ છે.


આ અંગે બુધવારે આમસભા (હાઉસ ઓફ કોમન્સમાં) વિદેશ મંત્રી હામીશ ફલ્લકનરે તે અંગેની ચર્ચા શરૂ કરી હતી જેમાં વડાપ્રધાન કીટ સ્ટારમૈર પહેલાં કરેલું સૂચી જેમાં મુદ્દાઓના ઉકેલ માટે બંને દેશોને મંત્રણા આપવા એન રાજદ્વારી ગતિવિધિ હાથ ધરવા અનુરોધ કરાયો હતો. તે કથનને ફાલ્કનેર દોહરાવ્યું હતું. સાથે તેમણે કહ્યું હતું કે આ મુદ્દો પેઢીઓની ઇંગ્લેન્ડમાં સ્થિર થયેલા ભારતીયો અને પાકિસ્તાનીઓને સીધી રીતે સ્પર્શે છે. તેથી ભારત અને પાકિસ્તાન બંનેને આ પ્રશ્નો ઉકેલ લાવવા તત્કાળ મંત્રણા હાથ ધરવી જ જોઇએ અને રાજદ્વારી માર્ગે તેનો ઉકેલ લાવવો જોઇએ. અમે બંને પક્ષોને શાંતિ રાખવા અને પ્રાદેશિક સ્થિરતા જાળવવા તેમજ નાગરિકોનાં રક્ષણ માટે જરૂરી પગલાં લેવા અનુરોધ કરીએ છીએ.


ચર્ચામાં ભાગ લેતાં વિરોધ પક્ષ કોન્ઝર્વેટીવ્ઝનાં સભ્ય અને શેડો ફોરેન સેક્રેટરી પ્રીતિ પટેલે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતને પોતાનાં રક્ષણ માટે પૂરતાં પગલાં લેવાનો પૂરેપૂરો અધિકાર છે, અને હલકટ આતંકવાદીઓ તથા તેમનાં આશ્રય સ્થાનોનો નાશ કરવાનો પણ સંપૂર્ણ અધિકાર છે. તેઓ માત્રને માત્ર હિંસાચાર ફેલાવે છે. અનેકને મારી નાખે છે સાથે ભારતની સલામતી ઉપર પણ ખતરો ઊભો કરે છે.