'સીઝફાયર નહીં, કંઈક મોટું થવાનું છે', G7 સમિટ અધવચ્ચે છોડ્યા બાદ ટ્રમ્પના નિવેદનથી સસ્પેન્સ
June 17, 2025

કેનેડામાં આયોજિત G7 સમિટને અધવચ્ચે જ અધૂરી મૂકી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન પરત ફર્યા છે. ટ્રમ્પે પોતાની આ વાપસી પહેલાં જ કંઈક મોટું થવાનો સંકેત આપ્યો છે. તેમણે પોતાની વાપસીનું કારણ મધ્ય-પૂર્વમાં ચાલુ તણાવ આપ્યું છે. જેથી લોકો અટકળો લગાવી રહ્યા છે કે, હવે અમેરિકા ઈરાન વિરૂદ્ધ યુદ્ધમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.
ટ્રમ્પે કેનેડામાંથી પરત વોશિંગ્ટન જતી વખતે નિવેદન આપ્યું હતું કે, પ્રશંસા મેળવાની ઈચ્છા રાખતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ભૂલથી કહ્યું છે કે, હું કેનેડામાં G7 શિખર સંમેલન છોડી પરત વોશિંગ્ટન જઈ રહ્યો છું, જેથી ઈરાન- ઈઝરાયલ વચ્ચે સીઝફાયર પર કામ કરી શકું. પરંતુ તે વાત ખોટી છે. તેમને ખબર નથી કે, હું શા માટે વોશિંગ્ટન પરત ફરી રહ્યો છું. પરંતુ નિશ્ચિત રૂપે સીઝફાયર માટે તો નહીં. તેનાથી પણ કંઈક મોટુ થવાની શક્યતા છે... જાણી જોઈને અથવા અજાણતા ઈમેન્યુઅલ હંમેશા ખોટા જ નિવેદનો આપે છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યુ છે. એવામાં ટ્રમ્પના આ પ્રકારના નિવેદન સંકેત આપી રહ્યા છે, બંને દેશો વચ્ચે વધુ ભયાનક યુદ્ધ થશે. કારણકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે, બંને દેશો સીઝફાયર તો કરી રહ્યા નથી. વધુમાં અમેરિકા પણ ઈચ્છતું નથી કે, બંને દેશો વચ્ચે સીઝફાયર થાય. ટ્રમ્પે ઈરાનને ઝૂકવા માટે અનેક અપીલ અને ધમકીઓ આપી છે. પરંતુ ઈરાન ટસનું મસ થઈ રહ્યું નથી. અત્યારસુધી અમેરિકાએ આ યુદ્ધમાં પોતાની દખલગીરી ન હોવાની સ્પષ્ટતા આપી છે. પરંતુ ટ્રમ્પના વર્તમાન નિવેદન પરથી લાગી રહ્યું છે કે, હવે આ યુદ્ધમાં અમેરિકા તટસ્થ રહેવા માગતુ નથી. તે ઈરાન વિરૂદ્ધ કોઈ મોટું પગલું લઈ શકે છે.
G7 સમિટમાં તમામ દેશો ઈઝરાયલને જાહેરમાં સમર્થન આપી રહ્યા છે. ઈરાન પર તણાવ ઘટાડવા પ્રેશર બનાવી રહ્યા છે. G7ના સભ્યોએ ઈરાનને સલાહ આપી છે કે, ઈરાન પરમાણુ હથિયાર બનાવી શકે નહીં. ઈઝરાયલ પોતાના સ્વરક્ષણ માટે પગલાં લેવા હકદાર છે. આ શિખર સંમેલનમાં ઈઝરાયલને જાહેરમાં સમર્થન મળી રહ્યું છે. એવામાં ઈઝરાયલ ઈરાન પર વધુ જોર સાથે હુમલાઓ કરવા સક્ષમ બન્યું છે.
Related Articles
અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને કાઢી મૂકવા ટ્રમ્પે 170 અબજ ફાળવ્યા
અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને કાઢી મૂ...
Jul 11, 2025
બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલો, 9 લોકોને બસમાંથી ઉતારી ગોળી મારી
બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલો, 9 લોકોને બ...
Jul 11, 2025
ઈરાને કતારમાં હુમલો કરી અમેરિકાની વાયુ સેનાનુ કોમ્યુનિકેશન સેન્ટર નષ્ટ કર્યું
ઈરાને કતારમાં હુમલો કરી અમેરિકાની વાયુ સ...
Jul 11, 2025
અમેરિકામાં CBIએ કરી 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની ધરપકડ, ભારત લવાશે
અમેરિકામાં CBIએ કરી 23 વર્ષથી ફરાર મોનિક...
Jul 09, 2025
UAE ગોલ્ડન વિઝા યોજનામાં કર્યા ફેરફાર, માત્ર 23.3 લાખ ચૂકવી મેળવી શકાશે ગોલ્ડન વિઝા
UAE ગોલ્ડન વિઝા યોજનામાં કર્યા ફેરફાર, મ...
Jul 09, 2025
ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 1,060 લોકોના મોત
ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 1,0...
Jul 09, 2025
Trending NEWS

10 July, 2025

10 July, 2025
09 July, 2025

09 July, 2025

09 July, 2025
09 July, 2025

09 July, 2025

09 July, 2025

09 July, 2025
09 July, 2025