'ભારત સાથે પણ અમારા ગાઢ સંબંધ...', પાકિસ્તાન પહોંચ્યા બાદ ઈરાનના વિદેશ મંત્રીનું નિવેદન
May 06, 2025

પહલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ છે. દરમિયાન, ઇસ્લામાબાદની મુલાકાતે આવેલા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા અપીલ કરી છે. આ સાથે, તેમણે બંને દેશો વચ્ચેની વર્તમાન તણાવપૂર્ણ પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા હાકલ પણ કરી છે. જણાવી દઈએ કે પહલગામ આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધેલા તણાવ વચ્ચે અરાઘચી પાકિસ્તાની નેતૃત્વ સાથે વાતચીત માટે એક દિવસીય મુલાકાતે ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. તેઓ ગુરુવારે ભારતની મુલાકાતે પણ આવવાના છે. એક નિવેદનમાં, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું કે અરાઘચીએ તેમના પાકિસ્તાની સમકક્ષ મોહમ્મદ ઇશાક ડાર સાથેની વાતચીતમાં દક્ષિણ એશિયાની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી અને સંમત થયા હતા કે જટિલ પ્રાદેશિક મુદ્દાઓ ફક્ત વાતચીત દ્વારા જ ઉકેલી શકાય છે. અરાઘચીએ વડા પ્રધાન શાહબાઝ શરીફ અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને પણ મળ્યા અને પ્રાદેશિક પરિસ્થિતિ તેમજ દ્વિપક્ષીય હિતોના મુદ્દાઓ પર ચર્ચા કરી. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ ઝરદારી સાથેની મુલાકાત દરમિયાન, અરાઘચીએ બંને પક્ષોને પ્રદેશમાં તણાવ ઘટાડવા માટે સંયમ રાખવા હાકલ કરી. ઝરદારીએ વાતચીત અને રાજદ્વારી પ્રત્યે પાકિસ્તાનની પ્રતિબદ્ધતા વિષે વાત કરતા કહ્યું હતું કે, 'ઈરાન માટે આ ક્ષેત્રની પરિસ્થિતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને અમે તણાવ ઓછો કરવાના મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ. તમામ પક્ષોને સંયમ રાખવા અને પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા હાકલ કરીએ છીએ.' ઈરાનની મીડિયા અહેવાલ મુજબ, અરાઘચીએ ઈસ્લામાબાદ પહોંચ્યા પછી કહ્યું, 'અમે પ્રદેશમાં તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરીશું. ભારત અને પાકિસ્તાન બંને ઈરાનના મિત્ર દેશો છે. અલબત્ત, પાકિસ્તાન આપણો પાડોશી છે જેની સાથે આપણા મૈત્રીપૂર્ણ સંબંધો છે. પરંતુ ભારતની મુલાકાત પહેલાં અમને પાકિસ્તાનમાં આપણા મિત્રોનું વલણ જાણવામાં રસ હતો.'
Related Articles
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- આશા રાખું છું કે ટૂંક સમયમાં સમાપ્ત થાય
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિ...
May 07, 2025
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો ચીનને થઈ ચિંતા
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો...
May 07, 2025
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો સહિત 3ના મોત
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો...
May 07, 2025
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : ભારતને જવાબ આપવાનું વિચારતા જ નહીં
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : ભારતને જવ...
May 07, 2025
ટ્રમ્પનો મોટો દાવો: ભારત અમેરિકા પર લગાવેલા ટેરિફ હટાવવા સહમત
ટ્રમ્પનો મોટો દાવો: ભારત અમેરિકા પર લગાવ...
May 07, 2025
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં ભયાનક IED વિસ્ફોટ, 6 જવાનોના મોત
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં...
May 06, 2025
Trending NEWS

વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38...
07 May, 2025

ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનીઓમાં ગુગલ પર સર્ચ...
07 May, 2025