પંજાબી સિંગર દિલજીત દોસાંજે રચ્યો ઈતિહાસ, કેનેડામાં બનાવ્યો રેકોર્ડ

April 29, 2024

દિલજીત દોસાંજ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે.પંજાબી સિંગર દિલજીતે ફરી એકવાર નવો ઈતિહાસ રચ્યો છે. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ બાદ અભિનેતા સિંગર દિલજીત દોસાંજ ફરી એકવાર ચર્ચામાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તે ઈન્ટરનેશનલ લાઈવ કોન્સર્ટમાં પરફોર્મ કરતો જોવા મળ્યો હતો.

દિલજીત દોસાંજે કેનેડાના વેનકુવરમાં બીસી પ્લેસ સ્ટેડિયમમાં લાઈવ પરફોર્મન્સ આપનાર પ્રથમ પંજાબી ગાયક બનીને નવો ઈતિહાસ રચ્યો છે. તેઓ પંજાબી સંગીતને પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે.  55 હજારથી વધુ લોકો વચ્ચે પરફોર્મ કરીને સિંગરે નવી સિદ્ધિ હાંસલ કરી છે. દિલજીતે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના પરફોર્મન્સની ઝલક શેર કરી છે.

સૌથી લોકપ્રિય ગાયક દિલજીત દોસાંજે હાલમાં કેનેડામાં ધૂમ મચાવી હતી અને ઇમ્તિયાઝ અલીની બાયોપિક 'અમર સિંહ ચમકીલા'માં પણ પોતાના કામથી બધાનું દિલ જીતી લીધું હતું. તેણે વાનકુવરના બીસી પ્લેસ સ્ટેડિયમમાં પોતાના ગીતો વડે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યાં 54 હજારથી વધુ લોકો પહોંચી ગયા હતા.

દિલજીતે એક રેકોર્ડ બનાવ્યો છે જેના કારણે તે ચર્ચામાં રહે છે. આ ઐતિહાસિક લાઇવ કોન્સર્ટમાં દિલજીતે બ્લેક આઉટફિટ પહેર્યો હતો અને તેનું હિટ ગીત 'GOAT' ગાતા યાદગાર પરફોર્મન્સ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે દિલજીત દોસાંજ કેનેડાના વાનકુવરમાં બીસી પ્લેસ સ્ટેડિયમમાં પરફોર્મ કરનારો પહેલો પંજાબી સિંગર બન્યો છે.