આલિયા બીજી વાર ડીપ ફેકનો ભોગ બની, ચાહકોએ પણ તરત જ પકડી પાડ્યું
May 08, 2024

બોલીવૂડની હિરોઈનોના ડીપ ફેક વીડિયોનો સિલસિલો ચાલ્યો છે. આલિયા ભટ્ટ બીજી વાર ડીપ ફેકનો ભોગ બની છે. કોઈએ મૂળ વામિકા ગબ્બીના ઓરિજિનલ વીડિયોમાં ચેડાં કરી તેના પર આલિયાનો ફેસ મોર્ફ કરી દીધો હતો. થોડા દિવસો પહેલાં જ સંજય લીલા ભણશાળીની વેબ સીરીઝ 'હીરા મંડી'નું પ્રિમિયર યોજાયું હતું. તેમાં વામિકા ગબ્બી લાલ રંગની સાડીમાં સજ્જ થઈને હાજર રહી હતી. આ ઈવેન્ટમાં આલિયા ભટ્ટ પણ હાજર હતી. વામિકાએ પોતાના પરિધાનનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જે ભારે વાયરલ પણ થયો હતો. લોકોએ ઓટીટીની ટોચની સ્ટાર ગણાતી વામિકાના વીડિયો તથા લાલ સાડીમાં તેના લૂક્સના બહુ વખાણ કર્યાં હતાં. જોકે, બાદમાં સોશિયલ મીડિયા પર એ જ સાડી-બ્લાઉઝ અને હેર સ્ટાઈલ સાથે આલિયા ભટ્ટનો વીડિયો પણ વાયરલ થતાં લોકોને નવાઈ લાગી હતી. જોકે, ચકોર નેટ યૂઝર્સએ તરત જ પકડી પાડયું હતું કે મૂળ વામિકા ગબ્બીના વીડિયોમાં કોઈએ ચેડાં કરી વામિકાના સ્થાને આલિયાનો ચહેરો મૂકી દીધો છે. લોકોએ તરત જ આ ડીપ ફેક પર પસ્તાળ પાડી હતી અને તેની સામે કાનૂની કાર્યવાહીની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ રશ્મિકા મંદાના અને કેટરિના કૈફ સહિતની હિરોઈનો ડીપ ફેકનો ભોગ બની ચૂકી છે. ખુદ આલિયા આ બીજી વાર ડીપફેકનો ભોગ બની છે. અગાઉ વ્હાઈટ કોર્ડ સેટમાં પથારી પર ઢળેલી એક યુવતીના સ્થાને તેનો ચહેરો મોર્ફફ કરી દેવાયો હતો.
Related Articles
'તારક મહેતા કા ઉલ્ટા...' ના બબીતાજી શૉ છોડશે? સલમાનના 'બિગ બોસ 19' માં ભાગ લે તેવી ચર્ચા
'તારક મહેતા કા ઉલ્ટા...' ના બબીતાજી શૉ છ...
Jun 04, 2025
હાઉસફૂલ-ફાઈવની ઈવેન્ટમાં ધક્કામુક્કીઃ મહિલા-બાળકો રડયાં
હાઉસફૂલ-ફાઈવની ઈવેન્ટમાં ધક્કામુક્કીઃ મહ...
Jun 03, 2025
રણબીરની ધૂમ ફોરનું શૂટિંગ આગામી વર્ષે એપ્રિલથી
રણબીરની ધૂમ ફોરનું શૂટિંગ આગામી વર્ષે એપ...
Jun 03, 2025
કૃતિ સેનને ડોન થ્રી માટે તૈયારીઓ શરૂ કરી દીધી
કૃતિ સેનને ડોન થ્રી માટે તૈયારીઓ શરૂ કરી...
May 31, 2025
સંદીપ રેડ્ડી વાંગાની 'Spirit' માટે 20 કરોડ હતી દિપીકા પાદુકોણની ફીસ, હવે તૃપ્તિ ડિમરીને મળશે
સંદીપ રેડ્ડી વાંગાની 'Spirit' માટે 20 કર...
May 27, 2025
Trending NEWS

દુઃખની વાત છે કે ન્યાયપાલિકામાં પણ ભ્રષ્ટાચાર...'...
04 June, 2025

અમેરિકામાં ખતરનાક 'બાયો વેપન' સાથે પકડાઈ ચીનની મહિ...
04 June, 2025

દીકરાની એક તસવીરને લીધે આ દેશના વડાપ્રધાને રાજીનામ...
04 June, 2025

યુક્રેને રશિયા પર કર્યો મોટો હુમલો, ક્રિમીયા બ્રિજ...
04 June, 2025

શુભાંશુ શુક્લાનુ સ્પેશ સ્ટેશન માટેનું લોન્ચિંગ ટળ્...
04 June, 2025

ફરી એક વખત ભારતીય વાયુસેના પોતાની શક્તિનું પાકિસ્ત...
04 June, 2025

પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરીને જસબીર સ...
04 June, 2025

મધ્યપ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત, ટ્રકની ટક્કરે...
04 June, 2025

કેનેડાના ટોરેન્ટોમાં અંધાધૂંધ ગોળીબાર, 1નું મોત, 5...
04 June, 2025

ચીનમાં પેરાગ્લાઈડર હવાના ચક્રાવાતમાં 28 હજાર ફીટની...
03 June, 2025