Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

ફરી એક વખત ભારતીય વાયુસેના પોતાની શક્તિનું પાકિસ્તાન બોર્ડર પર કરશે પ્રદર્શન

June 04, 2025

પાકિસ્તાનની બોર્ડર પર આજે ફરી એક વખત ભારતીય વાયુસેના પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. ભારતીય વાયુસેના આજે પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલા દક્ષિણના વિસ્તારમાં વાયુસેનાના અભ્યાસ માટે NOTAM જાહેર કર્યું છે. આ દરમિયાન એક નક્કી કરેલા એર સ્પેશને હવાઈ અવર જવર માટે બંધ રાખવામાં આવશે. આ એરસ્પેશનનું રિઝર્વેશન ગુજરાતના રાજકોટ પાસેના વિસ્તારમાં કરવામાં આવ્યું છે, જે પાકિસ્તાનની બોર્ડરથી લગભગ 100 કિલોમીટર દુર છે. 

આ ક્ષેત્ર અરબ સાગર સાથે જોડાયેલુ છે અને સ્ટ્રેટેજિક રીતે ખૂબ મહત્વનું માનવામાં આવે છે.  વાયુસેનાનો અભ્યાસ આજે બપોરથી શરૂ થશે અને સાંજે 9 વાગ્યે પૂર્ણ થશે. આ દરમિયાન વાયુસેના પોતાની યુદ્ધ ક્ષમતાઓ અને તૈયારીઓ માટે વિશેષ અભ્યાસ કરશે.

પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલી આ ક્ષેત્રમાં વાયુસેનાનો અભ્યાસ ઓપરેશન સિંદૂર બાદ ભારતની રાજનીતિક સતર્કતા અને તૈયારીઓ બતાવે છે. આ અભ્યાસમાં રાફેલ, સુકોઈ-30 અને જેગુઆર જેટ સહિત ફ્રંટ લાઈન ફાઈટર એરક્રાફ્ટનો સમાવેશ થશે જેનો હેતુ ભારતીય વાયુસેનાની યુદ્ધની તૈયારીઓને વધારવાનો છે.