ટેક્સાસમાં પૂરને કારણે ઓછામાં ઓછા 51 લોકોના મોત, કેરોલિનામાં 'ચેન્ટલ વાવાઝોડા'નો ભય

July 07, 2025

ઉષ્ણકટિબંધીય વાવાઝોડું ચેન્ટલે અમેરિકાના દક્ષિણપૂર્વ કિનારાની નજીક પહોંચતા કહેર મચાવ્યો હતો. જેના કારણે દક્ષિણ કેરોલિના અને ઉત્તર કેરોલિનાના કેટલાક ભાગોમાં હવામાન વિભાગે ચેતવણી આપી છે. આ વાવાઝોડામાં ભારે વરસાદ થવાની અને જમીન પર પહોંચવાના હોવાથી અચાનક પૂર આવવાનું જોખમ ઊભું થઇ શકે છે. મિયામીમાં નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર, વાવાઝોડા ચેન્ટલ સાથે સંકળાયેલા વરસાદના પ્રવાહો પહેલાથી જ દરિયાકાંઠા તરફ આગળ વધવા લાગ્યા છે. 

અધિકારીઓએ ચેતવણી આપી છે કે અચાનક પૂરની શક્યતા વધી રહી છે. આ સિસ્ટમ આગામી થોડા કલાકોમાં દક્ષિણ કેરોલિનામાં અથડાશે અને દરિયાકાંઠાના વિસ્તારમાં આગળ વધતાં તે ઝડપથી નબળી પડવાની ધારણા છે. આ કારણે, સોમવાર સુધી ઉત્તર કેરોલિનાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. 

એવો અંદાજ છે કે કુલ 2 થી 4 ઇંચ વરસાદ પડશે. જેના કારણે સ્થાનિક પૂરની શક્યતા વધી ગઈ છે. અમેરિકાના ટેક્સાસમાં અચાનક પૂરમાં ઓછામાં ઓછા 51 લોકો મૃત્યુ થયા છે. જ્યારે 'ઉનાળા શિબિર'માં ભાગ લેતી 27 છોકરીઓ હજુ પણ ગુમ છે. કેર કાઉન્ટીમાં પૂરને કારણે 15 બાળકો સહિત ઓછામાં ઓછા 43 લોકોના મૃત્યુ થયા હતા