ક્રિતી-રશ્મિકાની કોકટેલ ટુનું શૂટિંગ આવતા મહિનેથી શરૂ

July 07, 2025

મુંબઈ: 'કોકટેલ ટુ'નું શૂટિંગ આવતા મહિનેથી શરુ થવાનું છે. મૂળ 'કોકટેલ' ફિલ્મમાં સૈફ અલી ખાન અને દીપિકા પદુકોણ તથા ડાયના પેન્ટીની ભૂમિકાઓ હતી. હવે 'કોકટેલ' ટૂમાં સૈફવાળી ભૂમિકા શાહિદ કપૂર કરવાનો છે. તેની સાથે બે હિરોઈનો તરીકે ક્રિતી સેનન અને રશ્મિકા મંદાના હશે.  જોકે, ક્રિતી અને રશ્મિકા બંનેમાંથી દીપિકાવાળી ભૂમિકા  કોણ કરવાનું છે કે અંગે અટકળો છે.  થોડા દિવસો પહેલાં ક્રિતી આ ફિલ્મની ટીમ સાથે જોવા  મળી હતી. તે પ પરથી તેણે શૂટિંગની તૈયારીઓ શરુ કરી દીધો  હોવાનું માનવામાં આવે છે.  ક્રિતીએ હાલમાં જ ધનુષ સાથેની ફિલ્મ 'તેરે  ઈશ્ક મેં'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તે પછી તે થોડા દિવસો સુધી આરામ કરશે અને ઓગસ્ટ મહિનાથી 'કોકટેલ ટુ'ના શૂટિંગમાં જોતરાઈ જશે એમ જાણવા મળે છે.