'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હેમામાલિનીએ જણાવ્યું ઉતાવળમાં ધર્મેન્દ્રની અંત્યેષ્ટિ કરવાનું કારણ
December 01, 2025
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધનને એક સપ્તાહ વીતી ગયો છે અને સિનેમા જગત આ મોટી ખોટથી દુઃખી છે. તેમના ચાહકોએ વાતથી દુઃખી છે કે, અભિનેતાના અંતિમ સંસ્કાર ઉતાવળમાં કરવામાં આવ્યા, જેના કારણે તેમને છેલ્લી વિદાય આપવાનો મોકો ન મળ્યો. આ મામલે, હવે ધર્મેન્દ્રનાં પત્ની અને અભિનેત્રી હેમા માલિનીએ યુએઈના ફિલ્મમેકર હમાદ અલ રેયામી સાથેની મુલાકાત દરમિયાન આનું કારણ જાહેર કર્યું છે. હમાદે હેમા માલિનીને મળીને આ મુલાકાત અંગે અરેબિક ભાષામાં એક અત્યંત ભાવનાત્મક પોસ્ટ પણ શેર કરી છે. ફિલ્મમેકર હમાદ અલ રેયામીએ અરેબિક ભાષામાં હેમા માલિની સાથેનો ફોટો શેર કરીને લખ્યું, 'શોકના ત્રીજા દિવસે હું સુપરસ્ટાર ધર્મેન્દ્રનાં પત્ની અને અભિનેત્રી હેમા માલિનીને મળવા ગયો. આ પહેલીવાર હતું જ્યારે હું તેમને રૂબરૂ મળ્યો, જોકે મેં તેમને પહેલા પણ ઘણી વખત દૂરથી જોયા હતા. પરંતુ આ વખતે કંઈક અલગ હતું. એક પીડાદાયક, હૃદય તોડી નાખે તેવો પ્રસંગ, એક એવું દુઃખ જે હું ગમે તેટલી કોશિશ કરું તો પણ લગભગ સમજની બહાર છે. હું તેમની સાથે બેઠો અને હું તેમના ચહેરા પર એક આંતરિક ઉથલપાથલ જોઈ શકતો હતો જેને તેઓ પૂરી રીતે છુપાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.' ધ્રૂજતા અવાજે તેમણે મને કહ્યું કે, 'હું ધર્મેન્દ્રને હંમેશા કહેતી હતી કે, તમે તમારી સુંદર કવિતાઓ અને લેખો કેમ પ્રકાશિત નથી કરતા? અને તેઓ જવાબ આપતા કે, હજી નહીં... પહેલા મને થોડી કવિતાઓ પૂરી કરવા દો.' ઉતાવળમાં ધર્મેન્દ્રની અંત્યેષ્ટિ કરવાનું કારણ જણાવતા અભિનેત્રીએ કહ્યું કે, 'મને દુઃખ અને અફસોસ છે કે ધરમજીના ચાહકોને તેમને છેલ્લી વાર જોવાનો મોકો ન મળ્યો. પરંતુ ધર્મેન્દ્ર જીવનભર નહોતા ઈચ્છતા કે કોઈ તેમને નબળી કે બીમાર હાલતમાં જુએ. તેમણે પોતાનું દર્દ નજીકના સગાં-સંબંધીઓથી પણ છુપાવ્યું હતું અને કોઈ વ્યક્તિના જવાથી, નિર્ણય પરિવારનો રહે છે. પરંતુ જે થયું તે ભગવાનની કૃપા હતી. કારણ કે, તમે ધર્મન્દ્રને તે હાલતમાં જોઈ ન શકતા. તેમના છેલ્લા દિવસોમાં તેમની હાલત ખૂબ જ ગંભીર અને પીડાદાયક હતી અને અમે પણ તેમને તે હાલતમાં જોઈને માંડ સહન કરી શકતા હતા. ઉતાવળમાં અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય પરિવારનો હતો, જેથી તેમની ગરિમા જળવાઈ રહે અને તેમની પીડાદાયક અંતિમ હાલત કોઈ જોઈ ન શકે.'
Related Articles
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આધારિત હશે
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આ...
Nov 29, 2025
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દીકરીઓની ગેરહાજરીની ચર્ચા
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દ...
Nov 29, 2025
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના પરિવારને વાંધો
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના...
Nov 29, 2025
સોનમ બાજવા પંજાબની એક મસ્જિદમાં આપત્તિજનક શૂટિંગ કરતાં ધરપકડની માંગ
સોનમ બાજવા પંજાબની એક મસ્જિદમાં આપત્તિજન...
Nov 26, 2025
ધર્મેન્દ્રની યાદ કરી ભાવુક થયો શાહરુખ ખાન, કહ્યું- મારા પિતા સમાન હતા, તેઓ અમર રહેશે
ધર્મેન્દ્રની યાદ કરી ભાવુક થયો શાહરુખ ખા...
Nov 25, 2025
Trending NEWS
'મારી દીકરીને વેરીફિકેશન વગર બાંગ્લાદેશ ભગાવી દીધી...
01 December, 2025
જો વક્ફ સંપત્તિનો ડેટા 'UMEED' પર અપલોડ નહીં કરો ત...
01 December, 2025
સુરતમાં ગમખ્વાર અકસ્માત: બાઈક ડીવાઈડર સાથે અથડાતા...
01 December, 2025
દિતવાહ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા દક્ષિણ ભા...
01 December, 2025
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો
01 December, 2025
SIR કરવામાં આટલી ઉતાવળ કેમ? વિપક્ષના સવાલો બાદ લોક...
01 December, 2025
2025ના અંતે બુધ-ગુરુની યુતિથી ષડાષ્ટક યોગ બનશે, 3...
01 December, 2025
ટેસ્ટ હાર બાદ વન-ડેમાં ટીમ ઇન્ડિયાની જોરદાર વાપસી,...
01 December, 2025
ઇમરાન ખાનને મોટો ફટકો, PTI શાસિત ખૈબર પખ્તુનખ્વામા...
01 December, 2025
નેપાળમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, અઠવાડિયામા...
01 December, 2025