રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
February 26, 2026
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેવરિટ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ઉદયપુરની આઈટીસી હોટલ મેમેન્ટોસ ખાતે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં બંનેના આજે સૌ પ્રથમ તેલુગુ રીતિ-રિવાજ મુજબ લગ્ન સંપન્ન થઈ ગયા હતા. ત્યારબાદ સાંજે 5 વાગ્યે રશ્મિકાના વતન કુર્ગની પરંપરા મુજબ 'કોડવા' રીત-રિવાજ મુજબ લગ્ન સંપન્ન થયા. ત્યારબાદ હવે રશ્મિકા-વિજયનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. રશ્મિકા અને વિજયે લગ્ન સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
પ્રતીક્ષાનો અંત આવ્યો છે, રશ્મિકા અને વિજયના લગ્નની પ્રથમ તસવીરો સામે આવી ગઈ છે. કપલે ખૂબ જ વ્હાલભર્યા કેપ્શન સાથે આ ફોટા શેર કર્યા છે.
લગ્નની આ પ્યારી તસવીરમાં વિજય અને રશ્મિકા એકબીજાની ખૂબ જ નજીક જોવા મળી રહ્યા છે. લાલ અને ગોલ્ડન વેડિંગ આઉટફિટમાં સજ્જ આ બંનેના ચહેરા પર સાચો પ્રેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. આ તસવીર સાથે શેર કરેલા કેપ્શનમાં વિજયે પોતાના દિલની વાત અત્યંત ભાવુક અંદાજમાં કહી છે. તેણે લખ્યું કે, "એક દિવસ મને રશ્મિકાની એટલી બધી ખોટ અનુભવાઈ કે મને લાગ્યું કે જો તે સાથે હોત તો દિવસ વધુ સારો હોત, જમવાનું વધુ સ્વાદિષ્ટ લાગત, વર્કઆઉટ સજાને બદલે મજેદાર લાગત અને અમે જ્યાં પણ હોત, ત્યાં જ ઘર જેવો સુકૂન મળી જાત." અંતમાં તેણે ખૂબ જ સુંદર રીતે લખ્યું કે, "તેથી જ મેં મારી બેસ્ટ ફ્રેન્ડને જ મારી પત્ની બનાવી લીધી." 26.02.2026 ના રોજ શેર કરાયેલું આ કેપ્શન તેમના સંબંધોની ગહનતા અને સાચા પ્રેમને ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરે છે.
Related Articles
નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પાઇન સર્જરી માટે મુંબઇ લવાશે
નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પા...
Oct 03, 2026
દૃશ્યમ-3 ની છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે જ 95 કરોડની કમાણી, આયુષ્માન ખુરાના ડર્યો!
દૃશ્યમ-3 ની છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે...
Oct 03, 2026
પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લાલઘૂમ: શાહરૂખ, અજય અને ટાઇગરને થઈ શકે 10 લાખનો દંડ
પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લ...
Sep 30, 2026
આઇફા એવોર્ડ 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવીસ જાન્યુઆરીએ યોજાશે
આઇફા એવોર્ડ 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવી...
Sep 26, 2026
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ અને અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન...
Sep 22, 2026
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિક બનશે
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિ...
Sep 19, 2026
Trending NEWS
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026