'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
February 07, 2026
નસીરુદ્દીન શાહના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીના એક વરિષ્ઠ અધિકારીએ કથિત રીતે એવું કહ્યું હતું કે, 'નસીરુદ્દીન શાહ દેશ વિરુદ્ધ ખુલ્લેઆમ નિવેદનો આપે છે, તેથી તેમને બોલાવવા જોઈએ નહીં.' આ વાત પર વળતો પ્રહાર કરતા અભિનેતાએ કહ્યું કે, 'હું તેમને પડકાર આપું છું કે મારું એવું એક પણ નિવેદન બતાવો જેમાં મેં દેશની નિંદા કરી હોય. હું સત્તાધારી પક્ષની નીતિઓની ટીકા કરું છું, દેશની નહીં.' નસીરુદ્દીન શાહે તાજેતરમાં દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કેટલાક પાયાના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે. તેમણે ખાસ કરીને ન્યાયિક પ્રણાલીમાં જોવા મળતા વિરોધાભાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આજે અનેક વિદ્યાર્થી કાર્યકરોને કોઈપણ પ્રકારના ટ્રાયલ વગર લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવે છે, જ્યારે બીજી તરફ ગંભીર ગુનાઓ આચરનાર વ્યક્તિઓ સરળતાથી જામીન મેળવી લે છે. આ ઉપરાંત, અભિનેતાએ શૈક્ષણિક ક્ષેત્રે થઈ રહેલા ફેરફારો અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે, તેમના મતે પાઠ્યપુસ્તકોમાં સુધારાના નામે ઇતિહાસ સાથે છેડછાડ કરીને તેને ફરીથી લખવાના સભાન પ્રયાસો થઈ રહ્યા છે. સૌથી ચિંતાજનક બાબત તરીકે તેમણે સમાજમાં ફેલાઈ રહેલા નફરતના વાતાવરણનો ઉલ્લેખ કર્યો છે. તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે આજે લોકો પરની દેખરેખ વધી ગઈ છે અને નફરતનું ઝેર 24 કલાક વાતાવરણમાં પ્રસરેલું જોવા મળે છે, જે લોકશાહીના સ્વાસ્થ્ય માટે જોખમી છે.
Related Articles
પિક્ચર અભી બાકી હૈ... ગંભીર ઈજા બાદ નુસરતે પહેલી પોસ્ટ કરી
પિક્ચર અભી બાકી હૈ... ગંભીર ઈજા બાદ નુસર...
Oct 12, 2026
'રોલ જોઈતો હોય તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશે...', અશ્લીલ માગ સાંભળી અભિનેત્રી થઈ ગુસ્સે
'રોલ જોઈતો હોય તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશ...
Oct 12, 2026
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 75 વર્ષની વયે નિધન
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 7...
Oct 08, 2026
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચી ધામમાં ભક્તોનું ઘોડાપૂર
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચ...
Oct 05, 2026
નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પાઇન સર્જરી માટે મુંબઇ લવાશે
નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પા...
Oct 03, 2026
દૃશ્યમ-3 ની છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે જ 95 કરોડની કમાણી, આયુષ્માન ખુરાના ડર્યો!
દૃશ્યમ-3 ની છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે...
Oct 03, 2026
Trending NEWS
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026