Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ પ્રેમિકા સાથે અમેરિકા ભાગ્યો, 24 વર્ષનો સંસાર તૂટ્યો

June 25, 2026

બાપુનગરમાં રહેતી એક મહિલાના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાના કારણે, લગ્નના 24 વર્ષ બાદ તેમનો સુખી સંસાર ભાંગી પડ્યો છે. પતિ પોતાની પત્નીના 12 તોલા સોનાના દાગીના વેચીને બીજી મહિલા સાથે અમેરિકા જતો રહ્યો હતો અને ત્યાં તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા. પત્નીને આ બીજા લગ્નની જાણ થતાં પતિ તેને મારઝૂડ કરીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો. એટલું જ નહીં, તે પોતાના દીકરાને પણ ફોસલાવીને અમેરિકા લઈ ગયો હતો. ત્યારબાદ સાસરિયાના લોકો મહિલા પર છૂટાછેડા આપવા માટે દબાણ કરતા હતા. આખરે સાસરિયાના અસહ્ય ત્રાસથી કંટાળીને મહિલા પિયરમાં રહેવા મજબૂર બની છે. બાપુનગર પોલીસે આ મામલે પતિ સહિત સાસરીના 4 સભ્યો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બાપુનગરમાં રહેતી 48 વર્ષની મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાના લગ્ન વર્ષ 2002માં સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા અને તે સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના શરૂઆતના 5 વર્ષ સુધી તેને સારી રીતે રાખવામાં આવી હતી. વર્ષ 2007માં બાળકના ભવિષ્ય માટે અમેરિકા જવાની વાત કરીને, પતિએ મહિલાને પિયરમાંથી મળેલા 12 તોલાના દાગીના વેચી દીધા હતા. તે રૂપિયા થી પતિ અમેરિકા ગયો અને 2 મહિનામાં પરત આવી ગયો હતો. ત્યારબાદ પત્ની જ્યારે ઘરખર્ચ માટે રૂ. માંગતી, ત્યારે પતિ રૂપિયા આપવાનો ઇનકાર કરી ઝઘડો કરતો હતો પતિ અન્ય મહિલા સાથે વાતચીત કરતો હોવાની જાણ થતાં જ્યારે પત્નીએ આ અંગે પૂછપરછ કરી, ત્યારે પતિએ તેની સાથે મારઝૂડ કરી હતી. તપાસ કરતા ખબર પડી કે પતિ તેની પ્રેમિકા સાથે અમેરિકા જતો રહ્યો હતો અને ત્યાં લગ્ન પણ કરી લીધા હતા. જોકે, શરૂઆતમાં બીજી મહિલા સાથેના સંબંધોનો ઇનકાર કરીને પતિએ પત્નીને આશ્વાસન આપ્યું હતું કે, "તું ચિંતા ન કર, હું તને અને આપણા પુત્રને પણ અમેરિકા લઈ જઈશ." આ પછી પણ 15 વર્ષ સુધી પતિએ મહિલા સાથે નાની-નાની વાતોમાં ઝઘડા કરીને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો. વર્ષ 2009માં પતિ ફરીથી અમેરિકા જતો રહ્યો હતો અને થોડો સમય વાત કર્યા બાદ સંપર્ક સાવ તોડી નાખ્યો હતો. સાસરિયાના સભ્યો પણ મહિલાને ઘરમાંથી નીકળી જવાનું કહી છૂટાછેડા માટે દબાણ કરતા હતા અને 3 વર્ષ પહેલાં તેઓ દીકરાને પણ ફોસલાવીને અમેરિકા લઈ ગયા હતા.