અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત
June 24, 2026
અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી બ્યૂટ કાઉન્ટી લાઈબ્રેરીમાં નરસંહાર કરવાની સનકમાં 18 વર્ષના એક યુવકે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સોમવારે સાંજે 5 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એક બાળકી ઘાયલ થઈ છે. ચીકો પોલીસ વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને હુમલાખોર યુવક જ્યારે લાઈબ્રેરીના પાછળના દરવાજેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે જ તેની ધરપકડ કરી લીધી હતી.
પોલીસ તપાસમાં હુમલાખોરની ઓળખ 18 વર્ષના બ્રેડલી સ્કોટ સાયર તરીકે થઈ છે અને તેની સામે હત્યાના બે ગુના નોંધીને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલાખોર અમેરિકાના કુખ્યાત કોલંબાઇન સ્કૂલ નરસંહાર જેવી સામૂહિક હત્યા કરવા માંગતો હતો અને તેણે કોલંબાઇનના હત્યારા એરિક હેરિસ જેવા જ કપડાં પહેર્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તે ઈન્ટરનેટ પર સામૂહિક હત્યારાઓને પસંદ કરતા જૂથ સાથે જોડાયેલો હતો અને આ સનકમાં જ તેણે એકલા હાથે કોઈપણ ઓળખાણ વગરના નિર્દોષ લોકો પર હુમલો કરી દીધો હતો.
ગોળીબારની આ ઘટનામાં હુમલાખોરે લાઈબ્રેરીમાં આશરે 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેણે એક વ્યક્તિને લાઈબ્રેરીના મુખ્ય દરવાજા પર અને બીજા વ્યક્તિને ઈમારતના પાછળના ભાગમાં ગોળી મારી હતી. આ હુમલામાં 74 વર્ષના રોબર્ટ જોહ્ન્સનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે 46 વર્ષના કોડી હલને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કોડી હલ પોતાના મિત્રની દીકરીને લાઈબ્રેરી ફેરવવા લઈ ગયા હતા, ત્યારે કાચના ટુકડા વાગવાના કારણે આ નાની બાળકી પણ ઘાયલ થઈ હતી. જોકે પ્રાથમિક સારવાર બાદ બાળકીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026