મોદી અને પુતિનની મુલાકાતથી ચીન ગદગદ, કહ્યું- ભારત અને રશિયા પશ્ચિમી દેશો સામે ઝૂકતા નથી

December 05, 2025

દિલ્હી ƒરશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતને વૈશ્વિક રાજકારણના એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ તરીકે જોવામાં આવી રહી છે. એક તરફ પશ્ચિમી દેશો રશિયા વિરોધી વલણ અપનાવી રહ્યા છે, ત્યારે ભારત અને ચીનનું રશિયાને ખુલ્લું સમર્થન ચર્ચાનો વિષય બન્યું છે. આ મુલાકાતથી ચીની પણ ઘણું ખુશ છે, જે તેને પશ્ચિમી દબાણ સામેની એકતા તરીકે જોઈ રહ્યું છે.


એક ચીની મીડિયા અહેવાલ અનુસાર, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન સંરક્ષણ સહયોગ, ઉર્જા સુરક્ષા, વેપાર વિસ્તરણ અને ટેકનોલોજી જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ. ચીન આ મુલાકાતને યુરોપિયન કમિશનની રશિયન ભંડોળના ઉપયોગ પર કડક દરખાસ્તો સામે પશ્ચિમી દેશોને એક સીધો સંદેશ માને છે. ચાઇના યુનિવર્સિટી ઓફ ફોરેન અફેર્સના પ્રોફેસર લી હાઈડોંગના જણાવ્યાનુસાર, ભારત-રશિયા સંબંધો ખૂબ જ વ્યૂહાત્મક છે અને કોઈપણ બાહ્ય દબાણનો સામનો કરી શકે છે. આ ભાગીદારી દર્શાવે છે કે ભારત કે રશિયા પશ્ચિમી દબાણ સામે ઝૂકશે નહીં. આ સહયોગ વિશ્વને બતાવે છે કે રશિયા એક શક્તિશાળી દેશ છે અને પશ્ચિમી પ્રતિબંધોએ તેને નબળું પાડ્યું નથી. ચીન માને છે કે ભારત તેની વિદેશ નીતિમાં રાષ્ટ્રીય હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. ચીની વિશ્લેષકો અનુસાર, ભારત અમેરિકાના તેલ ખરીદીના દબાણ સામે ઝૂકશે નહીં અને પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ જાળવી રાખશે.


આ મુલાકાત પહેલાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પણ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક એવા નેતા છે જે દબાણ સામે ઝૂકશે નહીં. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારત-રશિયાના સંરક્ષણ અને વેપાર સંબંધો મજબૂત છે, જેમાં 90 ટકાથી વધુ વ્યવહારો બંને દેશોના રાષ્ટ્રીય ચલણમાં થાય છે