ફ્લોરિડામાં યુએસ ગુપ્ત સેવાના એજન્ટોએ યુવકની ગોળી મારી હત્યા કરી
February 23, 2026
ફાયરિંગ સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માર-એ-લાગોમાં હાજર ન હતા. ફ્લોરિડાના માર-એ-લાગોમાં ગુપ્ત સેવાના એજન્ટોએ 20 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરાઇ હતી. આ વ્યક્તિ સુરક્ષા તોડીને ગેરકાયદેસર રીતે ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
જે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાન નજીક સ્થિત છે. ઘટના સમયે રાષ્ટ્રપતિ ટ્રમ્પ માર-એ-લાગોમાં હાજર નહોતા. શંકાસ્પદ વ્યક્તિ પાસે શોટગન અને ઇંધણનો ડબ્બો હતો. ગુપ્ત સેવાના એજન્ટોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ગોળીબાર કરાયો હતો.
યુએસ ગુપ્ત સેવાએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, આ ઘટના રવિવારે સ્થાનિક સમય અનુસાર લગભગ 1:30 વાગ્યે બની હતી. શંકાસ્પદ વ્યક્તિ પાસેથી એક શોટગન અને ઇંધણનો ડબ્બો મળી આવ્યો છે. મૃતકનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. માર-એ-લાગો ટ્રમ્પના વિન્ટર વ્હાઇટ હાઉસ તરીકે ઓળખાય છે અને ત્યાં સુરક્ષા કડક છે. આને સુરક્ષાનો મોટો ભંગ માનવામાં આવી રહ્યો છે. આ ઘટના બાદ, એફબીઆઈ અને સ્થાનિક પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ શરૂ કરી છે.
Related Articles
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનો સળગાવ્યા, પોલીસ સાથે અથડામણ
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનો સળ...
Oct 04, 2026
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈમરજન્સી રિઝર્વમાંથી 10 કરોડ બેરલ ઓઈલ-ડીઝલ આપવા તૈયાર
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈ...
Oct 03, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર...
Oct 03, 2026
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ પર હુમલાનો સાઉદીનો પ્લાન લીક, પાકિસ્તાને મોકલ્યા 40 હજાર સૈનિકો!
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ...
Oct 03, 2026
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યાહૂનો એક્શન ઓર્ડર
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યા...
Oct 02, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026