10,000 ફ્લાઈટ્સ રદ, 5 લાખ ઘરોમાં બત્તી ગુલ, 3 ફૂટ સુધી બરફ: અમેરિકામાં 'બોમ્બ સાયક્લોન'નો કહેર
February 24, 2026
અમેરિકાના ઉત્તર-પૂર્વીય ભાગમાં એક શક્તિશાળી બરફીલા તોફાને ભારે તબાહી મચાવી છે. મેરીલેન્ડથી લઈને મેઈન સુધીના વિસ્તારો બરફની જાડી ચાદર હેઠળ ઢંકાઈ ગયા છે. આ ભીષણ હવામાનને કારણે શનિવારથી મંગળવાર વચ્ચે 10,000થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. માત્ર સોમવારે 5,000થી વધુ અને મંગળવાર માટે 1,300થી વધુ ફ્લાઈટ્સ અગાઉથી રદ કરી દેવામાં આવતા હજારો મુસાફરો અટવાયા છે. ન્યૂયોર્કનું JFK, લાગુઆર્ડિયા અને બોસ્ટનનું લોગાન એરપોર્ટ સૌથી વધુ પ્રભાવિત થયા છે.
હવામાન વૈજ્ઞાનિકો આ તોફાનને દાયકાનું સૌથી શક્તિશાળી તોફાન ગણાવ્યું છે. જેને 'બોમ્બ ચક્રવાત' (Bomb Cyclone) કહેવામાં આવે છે. 'બોમ્બ ચક્રવાત ત્યારે સર્જાય છે જ્યારે 24 કલાકના ગાળામાં તોફાનનું દબાણ ચોક્કસ માત્રામાં ઘટી જાય છે. આ મુખ્યત્વે શરદ અને શિયાળાની ઋતુમાં થાય છે જ્યારે આર્કટિકની ઠંડી હવા દક્ષિણ સુધી પહોંચીને ગરમ તાપમાન સાથે અથડાય છે.'
અનેક વિસ્તારોમાં બે ફૂટ (60 સેમી) થી વધુ બરફ પડ્યો છે, જ્યારે રોડ આઈલેન્ડના વોરવિકમાં ત્રણ ફૂટથી વધુ બરફ નોંધાયો છે. પરિસ્થિતિને જોતા ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને મેસેચ્યુસેટ્સ સહિતના રાજ્યોમાં કટોકટી (Emergency) જાહેર કરવામાં આવી છે.
જનજીવન અસ્તવ્યસ્ત: યુએન અને શાળાઓ બંધ
તોફાનની અસર એટલી પ્રચંડ છે કે યુનાઈટેડ નેશન્સ (UN) ને તેની સુરક્ષા પરિષદની બેઠક સ્થગિત કરવી પડી છે અને મુખ્ય મથક બંધ રાખવું પડ્યું છે. ન્યૂયોર્ક શહેરમાં છ વર્ષમાં પ્રથમ વખત બરફવર્ષાને કારણે શાળાઓ બંધ કરવામાં આવી છે. જોકે, મેયર જોહરાન મમદાનીએ મંગળવારથી શાળાઓ ખોલવાની વાત કરી છે. જેનો કેટલાક અધિકારીઓએ વિરોધ કર્યો છે.
પરિવહન: રેલવે અને બસ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. રસ્તાઓ પર લપસણી સપાટી અને ઓછી વિઝિબિલિટીને કારણે મુસાફરી જોખમી બની છે. ડોરડેશ જેવી ડિલિવરી સેવાઓએ પણ કામ બંધ કરી દીધું છે.
વીજળી: પૂર્વીય કિનારા પર 5,70,000 થી વધુ ઘરો અને વ્યવસાયોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. મેસેચ્યુસેટ્સ અને ન્યૂ જર્સીમાં સ્થિતિ સૌથી ખરાબ છે.
Related Articles
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનો સળગાવ્યા, પોલીસ સાથે અથડામણ
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનો સળ...
Oct 04, 2026
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈમરજન્સી રિઝર્વમાંથી 10 કરોડ બેરલ ઓઈલ-ડીઝલ આપવા તૈયાર
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈ...
Oct 03, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર...
Oct 03, 2026
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ પર હુમલાનો સાઉદીનો પ્લાન લીક, પાકિસ્તાને મોકલ્યા 40 હજાર સૈનિકો!
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ...
Oct 03, 2026
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યાહૂનો એક્શન ઓર્ડર
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યા...
Oct 02, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026