સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત
February 25, 2026
સુરતના વેસુની 'હેપી એલિગન્સ' બિલ્ડિંગમાં બાલમુકુન્દ નામના વ્યક્તિએ પત્ની અને બે માસૂમ દીકરીઓ સાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કરુણ ઘટનામાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. જેમાં બાલમુકુન્દ પોતે, તેની પત્ની તથા એક માસૂમ દીકરીના મોત નિપજ્યાં છે. જ્યારે એક પુત્રીનો બચાવ થયો છે.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મુળ બિહારના રહેવાસી બાલમુકુન્દ (પતિ), તેમની પત્ની અને એક માસૂમ દીકરી (ઉંમર 5 થી 7 વર્ષ) ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમગ્ર ઘટનામાં ત્રણ લોકોનાં મોત જ્યારે પરિવારની બીજી નાની દીકરીનો આબાદ બચાવ થયો છે.
મૃતક બાલમુકુન્દ મૂળ બિહારના વતની હતા અને છેલ્લા બે વર્ષથી સુરતમાં ઘરે બેઠા શેરબજાર (Stock Market) નું કામકાજ કરતા હતા. પરિવારે ખેતરમાં નાખવાની ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કર્યો હતો. આ ઘટનાને પગલે ચકચાર મચી ગઇ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પોલીસને ઘટનાસ્થળેથી ત્રણ પાનાની સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં આપઘાત પાછળના જવાબદાર કારણો અને વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુસાઈડ નોટમાં વૈભવ રુંગટા નામના શખ્સનું નામ સામે આવ્યું છે. આરોપી વૈભવ રુંગટા મૃતક બાલમુકુન્દને રૂપિયા માટે સતત ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ છે. આરોપીએ મૃતકની ગાડી અને ક્રેડિટ કાર્ડ પણ બળજબરીથી પડાવી લીધા હતા.આરોપીએ બાલમુકુન્દના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને બિનજરૂરી શોપિંગ પણ કરી હતી, જેના કારણે પરિવાર પર આર્થિક બોજ વધી ગયો હતો.
Related Articles
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026