ફિલિપાઈન્સમાં યુએસનું લશ્કરી વિમાન ટેકઓફ વખતે બેરિયર સાથે અથડાયું, 5 સૈનિકો ઘાયલ
February 25, 2026
ઉત્તર ફિલિપાઇન્સના પંગાસીનાન પ્રાંતમાં એક મહત્વપૂર્ણ લશ્કરી તાલીમ કવાયત દરમિયાન અમેરિકન એરફોર્સનું ટ્રાન્સપોર્ટ પ્લેન અકસ્માતનો ભોગ બન્યું છે. મંગળવારે બપોરે લાઓક સિટીમાં એક કોંક્રિટ બાયપાસ રોડ પર ટેકઓફ કરવાનો પ્રયાસ કરી રહેલું આ વિમાન અચાનક માર્ગ પરથી ભટકી ગયું હતું અને રસ્તાની બાજુમાં આવેલા કોંક્રિટ બેરિયર સાથે અથડાયું હતું.
આ ઘટનામાં વિમાનમાં સવાર પાંચ અમેરિકન સૈન્ય કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ટકરાવ એટલો જોરદાર હતો કે પાઇલટ અને અન્ય બે જવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે સૈનિકોને નજીવી ઈજાઓ થતા ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હાલમાં તમામની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માત ત્યારે થયો જ્યારે યુએસ એરફોર્સ "વૈકલ્પિક લેન્ડિંગ ઝોન" (ALZ) પર ઓપરેશનની પ્રેક્ટિસ કરી રહી હતી. આ પ્રકારની તાલીમમાં સૈન્ય વિમાનોને રેગ્યુલર એરપોર્ટના બદલે સામાન્ય રસ્તાઓ અથવા બાયપાસ રોડ પર ઉતારવા અને ત્યાંથી ઉડાન ભરવાની કળા શીખવવામાં આવે છે.
Related Articles
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈમરજન્સી રિઝર્વમાંથી 10 કરોડ બેરલ ઓઈલ-ડીઝલ આપવા તૈયાર
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈ...
Oct 03, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર...
Oct 03, 2026
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ પર હુમલાનો સાઉદીનો પ્લાન લીક, પાકિસ્તાને મોકલ્યા 40 હજાર સૈનિકો!
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ...
Oct 03, 2026
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યાહૂનો એક્શન ઓર્ડર
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યા...
Oct 02, 2026
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026