ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ: દર્દી સહિત તમામ 7ના મોત, પાયલોટે રૂટ બદલવા કરી હતી માંગ
February 24, 2026
ઝારખંડમાં રાંચીથી દિલ્હી જઈ રહેલી એર ઍમ્બ્યુલન્સ ચતરા જિલ્લામાં ક્રેશ થઈ હતી. જે બાદ વિમાનમાં સવાર તમામ 7 લોકોના મોત થયા છે. રેડબર્ડ એરવેઝ પ્રાઈવેટ લિમિટેડના આ વિમાને રાંચી એરપોર્ટથી સાંજે 7.11 વાગ્યે ઉડાન ભરી હતી. જે બાદ પ્લેન ચતરામાં ક્રેશ થઈ ગયું.ચતરાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે 7.30 વાગ્યે વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જે બાદ સિમરિયા વિસ્તારના બરિયાતુમાં તે ક્રેશ થયું. વિમાનમાં સવાર તમામ 7 લોકોના મૃતદેહની ઓળખ થઈ ગઈ છે.
નોંધનીય છે કે સંજય કુમારના એક દર્દી 65 ટકા દાઝી ગયા હતા. રાંચીની દેવકમલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જે બાદ તેમને વધુ સારવાર માટે દિલ્હી લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો.
રાંચી એરપોર્ટના ડાયરેક્ટર વિનોદ કુમારને પ્લેન ક્રેશ પાછળ ખરાબ વાતાવરણ કારણભૂત હોવાની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું કે ખરાબ વાતાવરણના કારણે પાયલોટે રૂટ બદલવા વિનંતી કરી હતી. પાયલોટે કોલકાતા ATCને રિક્વેસ્ટ કરી હતી. જોકે તે બાદ 7.34 વાગ્યે વિમાનનો સંપર્ક તૂટી ગયો. નોંધનીય છે કે હાલમાં જ બારામતીમાં વિમાન દુર્ઘટના થઈ હતી. એવામાં આ ક્રેશથી ભારતની એવિએશન સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઊભા થાય છે.
Related Articles
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ્હી પોલીસને અલ્ટીમેટમ!
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ...
Oct 04, 2026
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજાય ચૂંટણી ઃ ઉદ્ધવ અને રાજ ઠાકરે
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજ...
Oct 04, 2026
જ્ઞાનેશ કુમાર સામે AAPનું જોરદાર પ્રદર્શન, ઈન્ડિયા ગેટ પાસે પોલીસની બસો રોકી
જ્ઞાનેશ કુમાર સામે AAPનું જોરદાર પ્રદર્શ...
Oct 04, 2026
પશ્ચિમ બંગાળમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવા સામે કડક કાયદો બનાવવામાં આવશે
પશ્ચિમ બંગાળમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન ક...
Oct 04, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026