બાબા સિદ્દીકી કો જૈસે મારા વૈસે તુમકો ભી માર દેંગે કહીને મુંબઈમાં ગુજરાતી જ્વેલર્સને ધમકી
February 25, 2026
લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના સભ્ય હોવાનો દાવો કરીને ‘બાબા સિદ્દીકી કો જૈસે મારા વૈસે તુમકો ભી ચૌબીસ ઘંટે મેં માર દેંગે’ એવી ધમકી સાથે બોરીવલી-વેસ્ટના એલ. ટી. રોડ પર દાગીનાની દુકાન ધરાવતા એક ગુજરાતી જ્વેલર પાસેથી ૩૦ લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હોવાનો ગંભીર બનાવ બન્યો છે. ૧૮ ફેબ્રુઆરીએ સવારે દુકાનના સત્તાવાર મોબાઇલ-નંબર પર આંતરરાષ્ટ્રીય નંબર પરથી ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો જેમાં ખંડણીની માગણી સાથે પૈસા ન આપ્યા તો જાનથી મારી નાખવાની ચેતવણી આપવામાં આવી હતી.
બોરીવલીના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર મધુસૂદન નાઈકે જણાવ્યું કે, લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના નામે ધમકી આપવામાં આવી હતી અને બાબા સિદ્દીકીની જેમ મારી નાખીશું એવી ભાષાનો ઉપયોગ કરાયો હતો. ૧૯ ફેબ્રુઆરીએ સવારે ૧૧.૧૮ વાગ્યે ફરી એ જ આંતરરાષ્ટ્રીય નંબર પરથી વૉટ્સઍપ-કૉલ આવ્યો હતો અને ફોન ઉપાડતાં અજાણી વ્યક્તિએ ફરી ખંડણીની માગણી સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને વાતચીત રેકૉર્ડ કરવી હોય તો કરવાની પણ ખુલ્લી ચૅલેન્જ આપી હતી. ત્યાર બાદ ૨૦ ફેબ્રુઆરીએ વહેલી સવારે ફરી પાછો ધમકીભર્યો મેસેજ આવ્યો હતો જેમાં પૈસા ન આપ્યા તો ગોળી મારવાની ચેતવણી આપવામાં આવી હતી.
શરૂઆતમાં દુકાન તરફથી ૧ લાખ રૂપિયા આપવાનો સંકેત આપવામાં આવ્યો હતો પરંતુ સામેની વ્યક્તિએ ૧૦ લાખ રૂપિયાની માગણી કરી હતી અને ચર્ચા દરમ્યાન ૪ લાખ રૂપિયામાં માંડવલી થઈ હતી અને ગૂગલપે મારફત ૧ લાખ રૂપિયા મોકલવાની સૂચના આપવામાં આવી હતી. અંતે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જ્વેલરે તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અમે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને આંતરરાષ્ટ્રીય નંબર તથા ડિજિટલ ટ્રાન્ઝૅક્શનની વિગતના આધારે તપાસ શરૂ કરી છે.’
Related Articles
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ્હી પોલીસને અલ્ટીમેટમ!
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ...
Oct 04, 2026
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજાય ચૂંટણી ઃ ઉદ્ધવ અને રાજ ઠાકરે
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજ...
Oct 04, 2026
જ્ઞાનેશ કુમાર સામે AAPનું જોરદાર પ્રદર્શન, ઈન્ડિયા ગેટ પાસે પોલીસની બસો રોકી
જ્ઞાનેશ કુમાર સામે AAPનું જોરદાર પ્રદર્શ...
Oct 04, 2026
પશ્ચિમ બંગાળમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવા સામે કડક કાયદો બનાવવામાં આવશે
પશ્ચિમ બંગાળમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન ક...
Oct 04, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026