ગુજરાતી સહિતના ભારતીયોની થૂંકવાની ટેવથી બ્રિટિશરો કંટાળ્યા, સફાઈ માટે અલગ બજેટ ફાળવ્યું
December 04, 2025
ગુજરાતી સહિતના ભારતીયોની પાનની પિચકારની ટેવથી હવે ભારતીયો જ નહીં વિદેશીઓ પણ હેરાન થવા લાગ્યા છે. બ્રિટનમાં ભારતીયોની વસ્તી ધરાવતું લેસ્ટર પરગણુ થૂંકવાની ટેવના કારણે કુખ્યાત થઈ ગયું છે. લેસ્ટરમાં ભારતીયોની આ રીતે ગમે ત્યાં થૂંકવાની ટેવના કારણે બ્રિટિશરો તોબા-તોબા પોકારી ઉઠયા છે. શિસ્તબદ્ધ રહેવા ટેવાયેલા બ્રિટિશરો માટે આ બધુ અસહ્યનીય છે.
ખઈ કે પાન બનારસવાલા ગાઈને અને ખાઈને તો પાન ખાનારા અને જોનારા બંને ઝૂમી ઉઠે છે, પરંતુ એ પાન ખાધા પછી જે પિચકારીઓ મારવામાં આવે છે તના લીધે આખો વિસ્તાર ફક્ત વિસ્તાર ન રહેતા પણ થૂંકદાની બની ગયો હોય તેવો ઘાટ સર્જાય છે. આજે લેસ્ટર પરગણામાં સ્થિતિ તો એટલી હદે વકરી છે કે સિટી કાઉન્સિલે તો થૂંકવા પર કે પાનની પિચકારી મારવા પર ૧૫૦ પાઉન્ડનો દંડ રાખવો પડયો છે. આશ્ચર્યની વાત એ છે કે કે આ દંડ છતાં પણ આખા વિસ્તારને થૂંકદાની સમજતા લોકોની માનસિકતામાં કોઈ ફરક પડયો નથી.
આજે તેના કારણે સ્થિતિ એવી આવી ગઈ છે કે ભારતીયોનું થૂંકેલું સાફ કરવા માટે લેસ્ટર કાઉન્સિલને વર્ષે 30 હજાર પાઉન્ડનું બજેટ અલગથી ફાળવવું પડયું છે. બ્રિટિશરોએ કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે ભારતીયોને ગુલામ બનાવ્યા તેનો બદલો ભારતીયો તેમની પાસેથી આ રીતે થૂંકીથૂંકીને લેશે એવું ઘણા લોકો કટાક્ષમાં કહી રહ્યા છે. આ અંગે બ્રિટનમાં પાન પાર્લરના ગુજરાતી માલિકની પણ ફરિયાદ છે કે મેં પોતે મારા પાર્લરની જોડે ડસ્ટબિન રાખ્યું છે, તો પણ થૂંકનારાઓ તેમા થૂંકવાની તસ્દી લેતા નથી. તેમને જાણે દિવાલ પર કે રોડ પર પિચકારની મારવાની કે થૂંકવાની મજા આવતી હોય તેમ લાગે છે. આ જોઈને એમ કહી શકાય કે કોઈ યહાં થૂંકા, કોઈ વહાં થૂંકા, કોઈ જહાં જગહ મિલી વહાં થૂંકા, પર થૂંકા જરૂર. આજે બ્રિટનમાં વેસ્ટ લંડનમાં વેમ્બલી, બ્રેન્ટ કાઉન્સિલ, સરે વગેરે વિસ્તારોમાં થૂંકવાની આ બાબત એક મોટો મુદ્દો બની ગઈ છે.
સ્થાનિક કાઉન્સિલે થૂંકવાનું રોકવા માટે અને થૂંકેલુ સાફ કરવા માટે સફાઈ અભિયાન ચલાવવું પડી રહ્યું છે. તેની સામે વિપક્ષનું કહેવું છે કે ચૂંટણી આવતા જ શાસકને હવે શહેરની ખરાબ થયેલી ગલીઓ યાદ આવવા લાગી છે અને તે સાફ કરવાની ક્રેડિટ લેવા માંગે છે. આ બધા વચ્ચે બ્રિટિશ નાગરિક લુઇસનું કહેવું છે કે તે જ્યારે કોઈને આ રીતે પાનની પિચકારી મારતા જુએ છે ત્યારે તેની સ્થિતિ ઘણી ખરાબ થઈ જાય છે. જો કે હવે તો ગુજરાતીઓ અને ભારતીયોએ પોતે જ થૂંકવાની આ ટેવ સામે બાંયો ચઢાવી છે અને જાગૃતિ અભિયાન આદર્યુ છે, કેમકે તેમને ડર છે કે જો આમ જ ચાલતું રહ્યું તો તેમના વિસ્તારની મિલકતોના ભાવ તળિયે બેસી જશે.
Related Articles
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયા વેન્ટીલેટર પર
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયા...
Dec 02, 2025
સ્વિટ્ઝર્લેન્ડમાં ધનવાનો પર વારસાઈ ટેક્સનો પ્રસ્તાવ 78 ટકા મતથી ફગાવાયો
સ્વિટ્ઝર્લેન્ડમાં ધનવાનો પર વારસાઈ ટેક્સ...
Dec 02, 2025
પાકિસ્તાન ફરી ભડકે બળશે? 'ચલો અડિયાલા' હેઠળ ઈમરાન સમર્થકોનો કાફલો રાવલપિંડી રવાના
પાકિસ્તાન ફરી ભડકે બળશે? 'ચલો અડિયાલા' હ...
Dec 02, 2025
બ્રિટનમાં ભારતીય સ્ટુડન્ટની ચપ્પાના ઘા ઝીંકી હત્યા, શંકાના આધારે 5 આરોપીની ધરપકડ
બ્રિટનમાં ભારતીય સ્ટુડન્ટની ચપ્પાના ઘા ઝ...
Dec 01, 2025
અમેરિકામાં હવે ભારતીયોના કપરાં દિવસો! H-1B વિઝા મંજૂર થવામાં મોટો ઘટાડો
અમેરિકામાં હવે ભારતીયોના કપરાં દિવસો! H-...
Dec 01, 2025
ભ્રષ્ટાચારના આરોપોને લીધે કરિયર દાવ પર લાગતા નેતન્યાહૂએ રાષ્ટ્રપતિ પાસે માફી માગી
ભ્રષ્ટાચારના આરોપોને લીધે કરિયર દાવ પર લ...
Dec 01, 2025
Trending NEWS
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025