10 વર્ષ અગાઉ 239 મુસાફરો સાથે ગાયબ થયેલા વિમાનની ફરી શોધખોળ
December 05, 2025
મલેશિયા- મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ નં. 370 (MH370) એ આધુનિક વિમાની ઇતિહાસની સૌથી રહસ્યમય ઘટના બની ગઈ છે. 8 માર્ચ, 2014ના રોજ કુઆલાલમ્પુરથી બેઇજિંગ જવા માટે 239 પ્રવાસીઓ અને ક્રૂ સભ્યો સહિત ઉડાન ભર્યા પછી બોઇંગ 777-200ER વિમાન મલક્કાની સામુદ્રધુની પર રડાર પરથી અદૃશ્ય થઈ ગયું હતું. શરુઆતી શોધખોળ દરમિયાન મળેલા સેટેલાઇટ ડેટાને આધારે વિમાન તેના નિયત માર્ગથી ભટકીને દક્ષિણ હિંદ મહાસાગરમાં ક્યાંક ક્રેશ થઈ ગયું હોવાનું મનાય છે. વિમાનની શોધ માટે બહુ પ્રયાસો કરાયા છતાં એમાં સફળતા નહોતી મળી. હવે, દુર્ઘટનાના એક દસકા પછી ફરી એક શોધ અભિયાન શરુ કરાઈ રહ્યું છે.
અમેરિકાની મરીન રોબોટિક્સ કંપની ‘નો-ફાઇન્ડ, નો-ફી’ની શરતે શોધ કરશે મલેશિયાના પરિવહન મંત્રાલયે બુધવારે જાહેરાત કરી હતી કે, અમેરિકાની ‘ઓશન ઇન્ફિનિટી’ નામની મરીન રોબોટિક્સ કંપની ગુમ થયેલા વિમાનની શોધ કરશે. એ માટે કંપનીએ માર્ચ, 2024માં મલેશિયન સરકાર સાથે ‘નો-ફાઇન્ડ, નો-ફી’ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારનો અર્થ એ કે જો વિમાનનો ભંગાર ન મળે તો કંપનીને કોઈ ફી આપવામાં નહીં આવે. શોધ અભિયાન માટે 580 કરોડ રૂપિયા ચૂકવાશે, પણ શરતોને આધિન
આ શોધ ઓપરેશન માટે અમેરિકન કંપનીને કોઈ ઍડ્વાન્સ પેમેન્ટ નહીં કરાય. વિમાનનું ફ્યુજલાજ (જેમાં મુસાફરોની બેઠક વ્યવસ્થા હોય છે એ મુખ્ય ધડ) અથવા બ્લેક બોક્સ (જેમાં ઉડ્ડયન દરમિયાન વિમાનનો ડેટા સંગ્રહ થતો હોય છે)ના કોઈ નક્કર અવશેષ મળશે તો જ શોધકર્તા કંપનીને નિશ્ચિત કરાયેલી 70 મિલિયન યુએસ ડૉલર(અંદાજે 580 કરોડ રૂપિયા)ની રકમ ચૂકવવામાં આવશે.
Related Articles
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સપોર્ટેશન ઠપ... અમેરિકામાં બરફના તોફાનની તબાહી
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સ...
Jan 27, 2026
અમેરિકામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, 7 લોકોના મોત, હિમવર્ષાના કારણે બની ઘટના
અમેરિકામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, 7 લોકોના...
Jan 27, 2026
ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા માટે UAEએ 'દરવાજા બંધ કર્યા'! હવે શું કરશે ટ્રમ્પ?
ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા...
Jan 27, 2026
વિનાશક બરફના તોફાનથી કહેર, 25 લોકોના મોત, 6 લાખથી વધુ ઘરમાં વીજ પુરવઠો ઠપ્પ
વિનાશક બરફના તોફાનથી કહેર, 25 લોકોના મોત...
Jan 27, 2026
હિંદ મહાસાગર પહોંચ્યું USS અબ્રાહમ લિંકન, અમેરિકી સૈન્યની તાકાત વધી
હિંદ મહાસાગર પહોંચ્યું USS અબ્રાહમ લિંકન...
Jan 27, 2026
મેક્સિકોમાં ફૂટબોલ મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 11 ના મોત, 12 લોકો ઈજાગ્રસ્ત
મેક્સિકોમાં ફૂટબોલ મેચ દરમિયાન અંધાધૂંધ...
Jan 26, 2026
Trending NEWS
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026