ઈન્ડિગોની 1000 ફ્લાઈટ્સ રદ: DGCAએ ઈન્ડિગો વિરૂદ્ધ તપાસના આપ્યા આદેશ
December 05, 2025
CEOની પ્રથમ પ્રતિક્રિયા, માફી માંગી
દિલ્હી ઃ છેલ્લા બેથી ત્રણથી દિવસથી ભારતની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો સંકટમાં મૂકાઈ છે. જેના કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ફ્લાઈટ્સ રદ કરવી પડી છે. એવામાં સમગ્ર મામલે આજે ઈન્ડિગોના CEOએ પહેલી પ્રતિક્રિયા આપી છે.
પાયલટો માટે સરકારે જાહેર કરેલા નવા નિયમો લાગુ કરવામાં એર લાઈન કંપનીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં આજે જ ઈન્ડિગોએ 1000થી વધુ ફ્લાઈટ્સ રદ કરી છે. ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સે વિનંતી કરતાં કહ્યું છે, કે 'છેલ્લા થોડા દિવસથી કંપનીને કામકાજમાં સમસ્યા આવી રહી છે. જે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે તેના મુસાફરો કૃપા કરીને એરપોર્ટ પર ન જાય. આજે ફ્લાઈટ્સ સૌથી વધુ પ્રભાવિત થઈ કારણ કે આખી સિસ્ટમ રિબૂટ કરવામાં આવી છે. ઈન્ડિગોનું સંચાલન 10થી 15 ડિસેમ્બરની વચ્ચે સામાન્ય રીતે ચાલુ થઈ જશે. તમને થઈ રહેલી અસુવિધા માટે હું માફી માંગુ છું.'
સમગ્ર દેશમાં ઇન્ડિગોના ફ્લાઇટ્સ ઓપરેશનમાં સર્જાયેલા સંકટ બાદ સરકાર હરકતમાં આવી છે. DGCAએ એરલાઇન્સ પાયલોટ માટે જાહેર કરેલો વિકલી રેસ્ટ એટલે કે સાપ્તાહિક આરામ અંગેનો પોતાનો અગાઉનો આદેશ તાત્કાલિક અસરથી પાછો ખેંચી લીધો છે. ત્યારબાદ હવે ઈન્ડિગો વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા છે. DGCAએ ઈન્ડિગો વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા છે. તપાસ કમિટી 15 દિવસમાં DGCAને પોતાનો રિપોર્ટ સોંપશે, જેથી આગળની કાર્યવાહી થઈ શકે. તમામ ખામીઓની તપાસ કરવા માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં DGCAના સીનિયર અધિકારી સામેલ છે.
Related Articles
મોદી અને પુતિનની મુલાકાતથી ચીન ગદગદ, કહ્યું- ભારત અને રશિયા પશ્ચિમી દેશો સામે ઝૂકતા નથી
મોદી અને પુતિનની મુલાકાતથી ચીન ગદગદ, કહ્...
Dec 05, 2025
પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની યાદ તાજી
પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની ન...
Dec 04, 2025
કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ
કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં...
Dec 04, 2025
મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી: અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બની ધ...
Dec 04, 2025
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપકડ, ગોવાથી પુરુષ તો દમણથી મહિલા પકડાઈ
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ...
Dec 04, 2025
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષના જીવ લીધા, પાણીમાં ડૂબાડીને માર્યા
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ...
Dec 04, 2025
Trending NEWS
04 December, 2025
04 December, 2025
04 December, 2025
04 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025