IND vs SA | ઋતુરાજ ગાયકવાડની વનડે કરિયરની પ્રથમ સદી, ભારતનો સ્કોર 250ને પાર

December 03, 2025

 આજે રાયપુરમાં સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝની બીજી મેચ રમાઈ હતી. જેમાં ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડે ધુંઆધાર બેટિંગ કરી અને સાઉથ આફ્રિકન બોલર્સને ઘૂંટણીયે લાવી દીધા. 

ઋતુરાજ ગાયકવાડે આજે વનડે કરિયરની પ્રથમ સદી ફટકારી. ઋતુરાજે 77 બોલમાં 100 રન પૂરા કર્યા. પહેલા 52 બોલમાં તેણે 50 રન પૂરા કર્યા હતા અને પછીના 27 બોલમાં તાબડતોબ બેટિંગ કરી અને બીજા 50 રન પૂરા કર્યા. જેમાં 14 ચોગ્ગા અને બે છગ્ગા સામેલ છે. જોકે બાદમાં 105 રન પૂર્ણ થતાં ઋતુરાજ ગાયકવાડ આઉટ થઈ ગયો હતો. સ્ટેડિયમમાં સૌ દર્શકોએ ઊભા થઈને ગાયકવાડનું સન્માન કર્યું હતું.