હાર્દિક પંડ્યા અને ગિલની ટીમમાં વાપસી; સૂર્યકુમાર યાદવ કેપ્ટન, T20 સીરિઝ માટે સ્કવોડની જાહેરાત

December 03, 2025

BCCIએ સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની સ્કવોડની જાહેરાત કરી છે. સ્કવોડમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલની ટીમમાં વાપસી થઈ છે. હાર્દિક પંડ્યા બે મહિનાથી પણ વધુ સમય બાદ ટીમમાં વાપસી કરશે. 

સૂર્યકુમાર યાદવ કેપ્ટન 

ટી20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે વનડેના કેપ્ટન શુભમન ગિલને વાઈસકેપ્ટન તરીકેની જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય અક્ષર પટેલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હર્ષિત રાણા અને કુલદીપ યાદવ પણ રમતા દેખાશે. 

ટી20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની સ્કવોડ: 

સૂર્યકુમાર યાદવ

શુભમન ગિલ

અભિષેક શર્મા 

તિલક વર્મા

હાર્દિક પંડ્યા

શિવમ દુબે

અક્ષર પટેલ

જિતેશ શર્મા 

સંજૂ સેમસન 

જસપ્રીત બુમરાહ 

વરુણ ચક્રવર્તી

અર્શદીપ સિંહ

કુલદીપ યાદવ

હર્ષિત રાણા

વોશિંગ્ટન સુંદર

ક્યારે રમાશે ટી20 સીરિઝ

આગામી 9મી ડિસેમ્બરથી આ ટી20 સીરિઝની શરૂઆર થશે. જેમાં પહેલી મેચ કટક, બીજી ચંડીગઢ, ત્રીજી ધરમશાળા અને ચોથી લખનૌમાં રમાશે. સીરિઝની છેલ્લી મેચ 19મી ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે. 

હાર્દિક અને ગિલ ઈજાગ્રસ્ત હતા 

નોંધનીય છે કે હાર્દિક પંડ્યા સપ્ટેમ્બર મહિનામાં એશિયા કપ દરમિયાન પાકિસ્તાન સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે શુભમન ગિલ હાલમાં જ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદથી જ બંને ખેલાડીઓ ક્રિકેટ મેદાનથી દૂર હતા. 

ગઇકાલે જ હાર્દિક પંડ્યાએ કરી હતી ધુંઆધાર બેટિંગ 

લાંબા સમય બાદ હાર્દિક પંડ્યાએ સૈયદ મુશ્તાક ટ્રોફીમાં રમતો જોવા મળ્યો. મંગળવારે એલિટ ગ્રુપ-C મેચમાં હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચ ઍવોર્ડ અપાયો. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પંજાબ અને બરોડાની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં બરોડાની 7 વિકેટથી જીત થઈ. પંજાબે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી 222 રન ફટકાર્યા હતા. જેમાં અભિષેક શર્માએ 50 બનાવ્યા. જેના જવાબમાં બરોડાએ 19.1 ઓવરમાં જ જીત નોંધાવી. હાર્દિક પંડ્યાએ 42 બોલમાં 4 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકારી 77 રન બનાવ્યા.