આતંકવાદને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન આપનારા દેશે તેની કિંમત ચૂકવવી પડશે : પીએમ મોદી

July 07, 2025

બ્રાઝિલના રિયો ડી જનેરિયોમાં 17માં બ્રિક્સ સંમેલનમાં પીએમ મોદીએ આતંકવાદનો મુદ્દો ગંભીરતાથી ઉઠાવ્યો હતો. તેમણે 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાને લઇને કડક શબ્દોમાં નિંદા કરી હતી. મહત્વનું છે કે બ્રિક્સ શિખર સંમેલનમાં શાંતિ સુરક્ષા અને વૈશ્વિક શાસનમાં સુધાર કાર્યક્રમમાં પીએમ મોદીએ ભારતની શાંતિ અને ભાઇચારા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા જણાવી. સાથે જ આતંકવાદ વિરુદ્ધ એક જૂથ થઇને કાર્યવાહી કરવા માટે અપીલ કરી.

પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે આતંકવાદને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન આપનારા દેશે તેની કિંમત ચૂકવવી પડશે. આતંકવાદીઓ પર પ્રતિબંધ લગાવવામાં કોઇ ખચકાટ હોવી ન જોઇએ. આતંકવાદથી પીડિત અને તેના સમર્થકોને એક જ ત્રાજવે તોલી ન શકાય. પીએમ મોદીએ એવાત પર પણ ભાર મૂક્યો કે રાજકીય કે પોતાના સ્વાર્થ માટે આતંકવાદને મૌન સમર્થન આપવુ કે નજરઅંદાજ કરવુ એ કોઇ પણ સંજોગોમાં સ્વીકાર્ય ન હોવું જોઇએ.