જે BRICS ની નીતિઓ ફોલો કરશે એના પર લાગશે 10% વધુ ટેરિફ, ટ્રમ્પની ધમકીથી ભારત પણ ચિંતિત!
July 07, 2025

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં આયોજિત BRICS Summit 2025માં ભાગ લીધો હતો, તો બીજી તરફ, હવે ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ધમકી આપી છે. સોમવારે અમેરિકન રાષ્ટ્રપતિએ BRICS દેશો વિશે એક મોટું નિવેદન આપીને સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જે પણ દેશ BRICS ની 'અમેરિકન વિરોધી નીતિઓ' સાથે જોડાશે તેની પાસેથી વધુ 10% ટેરિફ વસૂલવામાં આવશે. ટ્રમ્પે આ નિવેદન તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર શેર કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, 'જે પણ દેશ BRICS ની અમેરિકા વિરોધી નીતિઓમાં જોડાશે તેના પર વધારાની 10% ટેરિફ વસૂલવામાં આવશે. આ નીતિમાં કોઈ અપવાદ રહેશે નહીં. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!'
અમેરિકાની આ નવી જાહેરાત ભારત માટે પણ ચિંતાનો વિષય બની શકે છે. ભારત પણ બ્રિક્સનો એક ભાગ છે. તાજેતરમાં પીએમ મોદી બ્રિક્સના 17મા સંમેલનમાં ભાગ લેવા માટે બ્રાઝિલના રિયો ડી જાનેરો પહોંચ્યા હતા. તેમજ ભારતે અમેરિકા સાથે કેટલાક મહત્ત્વપૂર્ણ વેપાર કરારો કર્યા છે. માહિતી અનુસાર, ભારતે અમેરિકા સાથે વચગાળાના વેપાર કરાર માટે કૃષિ અને ડેરી જેવા ક્ષેત્રોમાં મુખ્ય મુદ્દાઓ પર તેની મર્યાદા નક્કી કરી છે. હવે આ કરારને અંતિમ સ્વરૂપ આપવાની જવાબદારી અમેરિકાના હાથમાં છે. એવું કહેવાય છે કે જો મુદ્દાઓ ઉકેલાઈ જાય, તો 9 જુલાઈ પહેલા વચગાળાના વેપાર કરારની જાહેરાત થઈ શકે છે.
Related Articles
ટેક્સાસમાં પૂરને કારણે ઓછામાં ઓછા 51 લોકોના મોત, કેરોલિનામાં 'ચેન્ટલ વાવાઝોડા'નો ભય
ટેક્સાસમાં પૂરને કારણે ઓછામાં ઓછા 51 લોક...
Jul 07, 2025
આતંકવાદને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન આપનારા દેશે તેની કિંમત ચૂકવવી પડશે : પીએમ મોદી
આતંકવાદને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થ...
Jul 07, 2025
ગાઝામાં ભયાનક હુમલો, 130 સ્થળોને ટાર્ગેટ કરાયા, 33ના મોત
ગાઝામાં ભયાનક હુમલો, 130 સ્થળોને ટાર્ગેટ...
Jul 06, 2025
યુદ્ધ બાદ પહેલીવાર જાહેરમાં દેખાયા ખામેનેઈ, જોવા માટે લોકોની ભીડ ઉમટી
યુદ્ધ બાદ પહેલીવાર જાહેરમાં દેખાયા ખામેન...
Jul 06, 2025
અમેરિકામાં પૂરથી તારાજીના ભયાવહ દ્રશ્યો: 50ના મોત, 27 બાળકીઓ સહિત અનેક તણાયા
અમેરિકામાં પૂરથી તારાજીના ભયાવહ દ્રશ્યો:...
Jul 06, 2025
પહેલી ઓગસ્ટથી એક ઝાટકે 100 દેશો પર ટેરિફ લગાવશે અમેરિકા
પહેલી ઓગસ્ટથી એક ઝાટકે 100 દેશો પર ટેરિફ...
Jul 06, 2025
Trending NEWS

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

05 July, 2025

05 July, 2025